Maharashtra Election 2024 : કોણ છે સના મલિક? જાણો કેમ મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે ચર્ચામાં છે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત બાદથી એનસીપી નેતા સના મલિકની ખુબ ચર્ચા છે. સના મલિકને શરદ પવારની એનસીપીએ પ્રવક્તાની જવાબદારી સોંપી છે.
અહેવાલો અનુસાર, સના મલિકને પાર્ટી ચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે. સના વરિષ્ટ નેતા નવાબ મલિકની દિકરી છે. એનસીપીની પહેલી યાદીમાં તેણીનું નામ નથી પરંતુ બીજા લિસ્ટમાં જગ્યા મળી શકે છે.

નવાબ મલિક પવાર પરિવારના નજીક નેતા મનાય છે. તે હાલ મની લોન્ડરિંગ કેસમાં જામીન પર બહાર છે. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છે ત્યારથી સના મલિક રાજકારણમાં સક્રિય થઈ ગઈ છે.
સના મલિક નવાબ મલિકના તમામ કામ સંભાળના સાથે અણુશક્તિ નગર વિધાનસભામાં સારી હાજરી છે. હાલમાં જ તેમને પાર્ટીના પ્રવક્તા જાહેર કરવામાં આવી અને તેની સ્થિતી પાર્ટીમાં મજબુત થઈ શકે છે.
અણુશક્તિ નગર સીટ પર શરૂઆતથી જ નવાબ મલિકનો દબદબો રહ્યો છે. સના મલિક છેલ્લા વિધાનસભા કાર્યકાળથી અહીં સક્રિય છે અને તેના પિતાનું કામ જોઈ રહી છે.
તેણીના નેતૃત્વમાં જ ઓગસ્ટ મહિનામાં અજિત પવારની જન સન્માન યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, નવાબ મલિક અણુંશક્તિ નગરથી બે વખત અને નેહરુ નગરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. 2009 અને 2019માં તે અણુશક્તિ નગરથી જીત્યા હતા અને 1996, 1999, 2004માં તેઓ નહેરુ નગરથી ચૂંટણી જીત્યા હતા.












Click it and Unblock the Notifications
