For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર: ફડણવીસ સરકારે પ્રાપ્ત કર્યો વિશ્વાસ મત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 નવેમ્બર: સદનમાં મહારાષ્ટ્ર સરકારે ધ્વનિ મતથી વિશ્વાસ મતનો પ્રસ્તાવ પ્રાપ્ત કરી લીધો છે. કોઇપણ પ્રકારના વોટિંગ વિના આ પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. એનસીપીએ ધ્વનિ મતમાં ભાગ લીધો નહી.

તમને જણાવી દઇએ કે સવારે શિવસેનાએ ભાજપ સરકાર વિરૂદ્ધ વોટ કરવાની જાહેરાત કરી હતી. શિવસેનાએ પોતાના વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે તે ભાજપ સરકાર વિરૂદ્ધ વોટ કરશે. શિવસેનાના નેતા રામદાસ કદમે આરોપ લગાવ્યો છે ભાજપ તેમની પાર્ટીના સમર્થનને લઇને ગંભીર જોવા મળી રહી નથી ત્યારબાદ શિવસેનાને આ નિર્ણય લેવો પડ્યો.

વિશ્વાસ મત પહેલાં દેવેન્દ્ર ફડણવીસે શિવસેના નેતા રામદાસ કદમ અને મિલિંદ નાર્વેકરની સાથે બેઠક કરી છે પરંતુ બેઠક નિષ્ફળ રહી. પરંતુ સ્પીકરની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર વિજય અવતીને હટાવીને ભાજપને મોટી રાહત આપી. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર વર્ષા ગાયકવાડને હટાવી લીધા. તેથી ભાજપના હરિભાઉ બાગડે વિધાનસભાના સ્પીકર બની ગયા.

modi-thackeray600

શિવસેનાએ કહ્યું, ઉંદરોના સમર્થનથી શું સરકાર બચશે?
શિવસેનાએ સામનામાં લખ્યું છે- શું ઉંદરોના સમર્થનથી સરકાર બચશે શું? શિવસેનાએ 'સામના'માં છપાયેલા લેખમાં કહ્યું છે- મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની પસંદગી તમે મહારાષ્ટ્રની તિજોરી કતરનાર ઉંદરોના સમર્થન પર કરશો શું? વિશ્વાસ મત પ્રસ્તાવ પણ તે ઉંદરોની મદદથી જીતવાના છો શું? આ પ્રશ્નોના જવાબ તમારે જનતાને આપવા પડશે. પરંતુ આ ઉંદરોની મદદથી મહારાષ્ટ્રને તમે ક્યાં લઇ જઇને રાખવાના છો? તેનો જવાબ તમે ક્યારેય પણ આપી શકશો નહી.

એનસીપીના સમર્થનથી વાંધો નહી
ભાજપને એનસીપીના સમર્થનથી વાંધો નથી. પાર્ટી નેતા રાજીવ પ્રતાપ રૂડીએ મંગળવારે કહ્યું હતું, ''મહારાષ્ટ્રના વિકાસ માટે જે આગળ આવવા માંગે છે. તેમનું સ્વાગત છે. મને આશા છે કે શિવસેના સાથે આવશે. એનસીપી પહેલાં જ બિનશરતી સમર્થન આપી ચૂકી છે. ગોટાળા માટે કોંગ્રેસ જવાબદાર છે, જો કે તેમના સમર્થનની જરૂર નથી.' તમને જણાવી દઇએ કે આ પહેલાં સીએમ ફડણવીસ એનસીપી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં સમર્થન ન લેવાની વાત કહી રહ્યાં હતા.

તો બીજી તરફ કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ મંગળવારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે સાથે વાત કરી. ત્યારબાદ કહ્યું ''એનસીપીએ વિશ્વાસ મતમાં સરકારને સમર્થનની જાહેરાત કરી હતી. પરંતુ સ્પીકરની ચૂંટણીમાં અમે સમર્થનની આશા કરી શકીએ છીએ.'' કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે કહ્યું, ''સમર્થન માટે ગાયકવાડે એનસીપી ચીફ શરદ પવાર સાથે વાત કરી છે.''

English summary
The first ever BJP led minority government wins the trust vote motion. It was carried by a voice vote. NCP, INC did not participate in the voice vote. New Speaker did not allow ballot vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X