મહારાષ્ટ્રના ખેડૂતે 2657 કિલો ડુંગળી વેચી, મળ્યા માત્ર 6 રૂપિયા

મહારાષ્ટ્રના ખેડૂતે 2657 કિલો ડુંગળી વેચી, મળ્યા 6 રૂપિયા

મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગરના એક ખેડૂતે ડુંગળીની કિંમતમાં આવેલ તોતિંગ ઘટાડાનો અનોખા અંદાજમાં વિરોધ કર્યો. ખેડૂતે ડુંગળી વેચીને મેળવેલ 6 રૂપિયા મની ઑર્ડર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મોકલ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા શ્રેયસ અભાલે નામના ખેડૂતે કહ્યું કે જિલ્લાના સંગમનેર થોક બજારમાં 2657 કિલો ડુંગળી પ્રતિ કિલોના દરથી વેચ્યા બાદ અને બજારનો ખર્ચ કાઢ્યા બાદ ખેડૂત પાસે માત્ર 6 રૂપિયાની ચોખ્ખી કમાણી વધી હતી.

મજૂરી અને પરિવહન ખર્ચની ચૂકવણી બાદ વધ્યા માત્ર 6 રૂપિયા

મજૂરી અને પરિવહન ખર્ચની ચૂકવણી બાદ વધ્યા માત્ર 6 રૂપિયા

ખેડૂતે આગળ વાત કરતાં કહ્યું કે જ્યારે હું સંગમનેર બજારમાં 2657 કિલો ડુંગળી લાવ્યો તેમાંથી હું 2916 રૂપિયા કમાયો હતો, મજૂરી ખર્ચ અને પરિવહન ખર્ચ કાઢ્યા બાદ મારી પાસે માત્ર 6 રૂપિા વધ્યા હતા. અભાલેએ કહ્યું કે તેમણે આ વર્ષે ડુંગળીના પાક માટે 2 લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને 6 રૂપિયાની કમાણી થઈ છે. ખેડૂતે કહ્યું કે મને નથી ખબર કે ડુંગળીનો પાક ઉગવવામાં બાકી લાગતની ભરપાઈ કઈ રીતે થશે. આ ખેડૂતે 7 ડિસેમ્બરે મુખ્યમંત્રીને આ રકમ મોકલી આપી હતી.

તાજેતરમાં જ એક ખેડૂતે મોદીને 1064 રૂપિયા મોકલ્યા હતા

તાજેતરમાં જ એક ખેડૂતે મોદીને 1064 રૂપિયા મોકલ્યા હતા

તાજેતરમાં જ નાશિક જિલ્લાના નિફાદ તાલુકામાં રહેતા અન્ય એક ખેડૂત સંજય સાંઠેએ ડુંગળીની ઓછી કિંમતનો વિરોધ નોંધાવ્યો હતો. સાંઠેને 750 ડુંગળીમાંથી માત્ર 1064 રૂપિયા મળ્યા હતા. જે બાદ ખેડૂતે વિરોધ નોંધાવવા માટે પીએમ મોદીને 1064 રૂપિયા મોકલી આપ્યા હતા.

આપઘાત માટે મજબૂર થઈ રહ્યા છે ખેડૂતો

આપઘાત માટે મજબૂર થઈ રહ્યા છે ખેડૂતો

પાછલા બે દિવસોમાં નાસિક જિલ્લાના બે ખેડૂતોએ કથિત રીતે આપઘાત કરી લીધો, સ્પષ્ટ છે કે ડુંગળીના બજારમાં આવેલ ઘટાડાના કારણે કમાણી તો દૂરની વાત છે પણ મજૂરી અને પાક પાછળ કરેલ ખર્ચો પણ નથી નીકળી રહ્યો જેને પગલે ખેડૂતોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી રીતે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X