For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિને લઈ બહુ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે પણ રાષ્ટ્રપતિ શાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. જો કે રાષ્ટ્રપતિ શાસનની ભલામણને લઈ હજુ સુધી રાજભવનથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યારે, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજભવને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણના અહેવાલોનું ખંડન કર્યું છે.

maharashtra governor

જ્યારે સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે જો રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના અહેવાલોને લઈ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું કે, માનનીય રાજ્યપાલ સરકાર બનાવવા માટે એનસીપીને આપેલ સમય વિતે તે પહેલા રાષ્ટ્રપતિ સાસનની ભલામણ કેવી રીતે કરી શકે છે?

એનસીપીએ પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે અમારી પાર્ટી એનસીપીની બેઠક થઈ. બેઠકમાં તમામ 54 ધારાસભ્યો હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં અનિશ્ચિતતાને જોતા અમે શરદ પવારને વૈકલ્પિક સરકાર પર નિર્ણય લેવાનો અધિકાર આપીશું. આના માટે એક સમિતિ બનાવવામાં આવશે, જેનું નેતૃત્વ શરદ પવાર કરશે. રાજ્યપાલે અમને કાલે સરકાર બનાવવાની દાવેદારી રજૂ કરવા માટે બોલાવ્યા હતા અને આજ રાતના 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ મુંબઈ આવી રહ્યા ચે અને તે લોકો આજે સાંજે 5 વાગ્યા સુધી શરદ પવાર સાથે મુલાકાત કરશે. તેમની સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્રઃ એનસીપી પાસે રાતે 8.30 સુધી સરકાર બનાવવાનો સમય, વરિષ્ઠ નેતાએ કહી આ વાતમહારાષ્ટ્રઃ એનસીપી પાસે રાતે 8.30 સુધી સરકાર બનાવવાનો સમય, વરિષ્ઠ નેતાએ કહી આ વાત

English summary
Maharashtra Governor Recommends President’s Rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X