For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra & Haryana Election Exit Poll Results 2019: તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત

Maharashtra & Haryana Election Exit Poll Results 2019: તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર અને હરિયણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટ અને હરિયાણાની કુલ 90 સીટ પર સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ તમામ ન્યૂજ ચેનલ્સ અને એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ એક્ઝિટ પોલ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં કુલ 3237 ઉમેદવાર ઉતર્યા છે. 8,97,22,019 મતદાતાઓ તેમની કિસ્મતનો ફેસલો કરશે, અહીં ભીજપ-શિવસેના ગઠબંધન અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે હરિયાણામાં 1.83 કરોડ મતદાતાઓ 1168 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો લેશે. 24 ઓક્ટોબરે પરિણામ આવી જશે પરંતુ તે પહેલાં અહીં જાણો વિવિધ ચેનલોના એક્ઝિટ પોલમાં કેવું દ્રશ્ય દેખાય રહ્યું છે.

exit poll

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મતદાન કરવા પહોંચી આ દિગ્ગજ હસ્તીઓ, જુઓ Pics

Newest First Oldest First
8:04 PM, 21 Oct

એનડીટીવીના Poll of Exit Pollsમાં હરિયાણામાં ભાજપ 90માંથી 66 સીટ જીતી શકે છે. હરિયાણામાં કોંગ્રેસને માત્ર 14 સીટ મળતી હોવાની એક્ઝિટ પોલમાં વાત કહેવામાં આવી છે. અન્યને 10 સીટ મળી શકે છે.
8:03 PM, 21 Oct

એનડીટીવીના Poll Of Exit Pollsમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને રાજ્યની 288માંથી 211 સીટ સાથે બહુમતી મળી રહી છે.જ્યારે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 64 સીટ મળી રહી છે.
7:48 PM, 21 Oct

India News- Pollstrat

India News- Pollstratના એક્ઝિટ પોલમાં હરિયાણામાં ભાજપને 75, કોંગ્રેસને 9 તથા અન્યોને પાંચ સીટ મળી શકે છે.
7:39 PM, 21 Oct

NewsX-CNX

NewsX-CNXના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 188-200, કોંગ્રેસને 74-89 અને અન્યને 6-10 સીટ મળી રહી છે
7:16 PM, 21 Oct

ABP-CVoterના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 72, કોંગ્રેસને 8 તથા અન્યોને 10 સીટ મળી રહી છે.
7:15 PM, 21 Oct

TV9 - Bharatvarsh

TV9 - Bharatvarshના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 47, કોંગ્રેસને 23 અને અન્યને 20 સીટ મળી રહી છે.
7:14 PM, 21 Oct

Republic-Jan Ki Baat

Republic-Jan Ki Baatના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને- 57, કોંગ્રેસ- 17 અને અન્યને- 16 સીટ મળી શકે છે.
7:12 PM, 21 Oct

Times Now

Times Nowના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને- 71, કોંગ્રેસને- 11 અને અન્યને- 08 સીટ મળી રહી છે.
7:10 PM, 21 Oct

News18 - IPSOS

News18 - IPSOS ના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને- 75, કોંગ્રેસને- 10 અને અન્યને- 5 સીટ મળી રહી છે.
7:09 PM, 21 Oct

India News- Pollstrat

India News- Pollstratના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને- 75-80, કોંગ્રેસને- 09-12 તથા અન્યને- 00-01 સીટ મળી રહી છે.
7:07 PM, 21 Oct

TV9-CICERO

TV9-CICEROના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને- 197 કોંગ્રેસને- 75 અને અન્યને- 16 સીટ મળી રહ છે.
6:59 PM, 21 Oct

ABP Cvoter

એબીપી સીવોટર એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 204 સીટ મળી રહી છે, કોંગ્રેસને 69 તથા અન્યોને 15 સીટ મળી રહી છે.
6:58 PM, 21 Oct

Jan Ki Baat

જન કી બાત એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 223, કોંગ્રેસને 54 તથા અન્યોને 11 સીટ મળી રહી છે.
6:56 PM, 21 Oct

India Today-Axis

India Today-Axis એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ- 166થી 194, કોંગ્રેસ- 72થી 90, અન્ય- 22થી 34 સીટ મેળવી શકે છે
6:49 PM, 21 Oct

Times Now

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ-230, કોંગ્રેસ 48, અન્ય 10 સીટ મેળવી શકે છે.
6:46 PM, 21 Oct

News18 IPSOS

News18 IPSOSના એક્ઝિટ પોલના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 243 સીટ મળી રહી છે, કોંગ્રેસને 41 સીટ મળી રહી છે જ્યારે અન્યને 04 સીટ મળી રહી છે.
6:44 PM, 21 Oct

ABP-C વોટર એક્ઝિટ પોલ

ABP-C વોટર એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 288 સીટમાથી ભાજપ અને શિવસેનાને 204, કોંગ્રેસ-એનસીપીને 69 સીટ મળી રહી છે.
6:39 PM, 21 Oct

ટાઈમ્સ નાઉ

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 230, કોંગ્રેસ-એનસીપીને 48, અન્યોને 10 સીટ મળી રહી છે.
6:35 PM, 21 Oct

જન કી બાત

રિપબ્લિક ભારતના એક્ઝિટ પોલના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને સીટ 135-142, શિવસેનાને 81-82, કોંગ્રેસને 20-24, એનસીપીને 30-35 અને અન્યને 8-12 સીટ મળી રહી છે.
6:32 PM, 21 Oct

જન કી બાત

રિપબ્લિક ભારતના એક્ઝિટ પોલના આંકડા મુજબ હરિયાણામાં ભાજપનો 56 ટકા વોટ શેર, કોંગ્રેસનો 18 ટકા વોટ શેર, જેજેપીનો 10 ટકા અને INLDનો 7 ટકા વોટશેર છે.
6:26 PM, 21 Oct

2014માં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા અને ભાજપે એકલા હાથે જ 122 સીટ પર જીત હાંસલ કરી હતી. છેલ્લા 25 વર્ષથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે.
6:17 PM, 21 Oct

સવારના 7 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી ચૂંટણી પંચે એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી 6.30 વાગ્યા પછી એક્ઝિટ પોલ સામે આવશે.
4:33 PM, 21 Oct

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ 6 વાગ્યે જાહેર થશે.
4:31 PM, 21 Oct

એક્ઝિટ પોલની તમામ પળેપળના અહેવાલ જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે

English summary
maharashtra haryana election exit poll results 2019 live updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X