વાવાઝોડા ‘મહા'ની અસર, મુંબઈમાં વરસાદ, આ રાજ્યોમાં આવી શકે આંધી-તોફાન
એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં મેઘ વરસ્યા છે. વાવાઝોડા ‘મહા'ની અસર મહારાષ્ટ્ર પર પડી છે અને આ કારણથી અહીં વરસાદ થઈ રહ્યો છે.
એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં મેઘ વરસ્યા છે. વાવાઝોડા 'મહા'ની અસર મહારાષ્ટ્ર પર પડી છે અને આ કારણથી અહીં વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે 5 વાગ્યાથી મુંબઈના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ થવાના સમાચાર છે જેના કારણે અમુક વિસ્તારોમાં રસ્તાઓ પર અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેનાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવાન વિભાગનુ કહેવુ છે કે વાવાઝોડુ 'મહા' હવે નબળુ પડી ગયુ છે જેનાથી વરસાદ પણ મધ્યમ થવાના અણસાર છે.
|
વાવાઝોડું ‘મહા' પડી ગયુ નબળુ
જ્યારે આ પહેલા અમદાવાદ આઈએમડી કેન્દ્રના નિર્દેશક જયંત સરકારે કહ્યુ હતુ કે ‘મહા' હવે વાવાઝોડુ નથી રહ્યુ, તે ગુજરાતના તટ પર દસ્તક દીધા વિના સમુદ્રમાં દબાણવાળા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ ગયુ છે. આગામી બે દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.
|
અહીં માટે જારી થયુ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લી, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક ભાગોના હળવો વરસાદ થવાના સંભાવના છે. વળી, ગુજરાતમાં પણ આજે ઝડપી પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.
|
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા
વળી, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સવારથી કુલ્લૂ જિલ્લામાં સોલાંગમાં હિમવર્ષા થઈ રહી છે. વળી, ઉત્તરાખંડમાં હવામાન બગ઼ડી ગયુ છે અને લદ્દાખમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે.

દિલ્લીમાં થઈ શકે છે વરસાદ
વળી, દિલ્લીમાં ગુરુવારે થયેલા હળવા વરસાદે ફરીથી એક વાર હવાને ખરાબ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 100ના વધારા સાથે ખૂબ ખરાબ સ્તરે પહોંચી ગયુ છે. વરસાદના કારણે દિલ્લીમાં ધૂમ્મસ વધી શકે ચે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હળવાથી મધ્યમ સ્તરનુ ધૂમ્મસ દિલ્લી પર છવાઈ શકે છે. દિવસના સમયે હળવો વરસાદ પણ થઈ શકે છે. વળી, ગુરુવારે વરસાદના કારણે દિલ્લીના મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રો ઘટાડો આવ્યો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
