For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ એકનાથ શિંદેની મુલાકાત બાદ ઉદ્ધવ જુથે બાલાસાહેલ ઠાકરે સ્મારકનુ કર્યુ ગૌમુત્રથી શુદ્ધિકરણ

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે બુધવારે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા હતા. અહી તેમની મુલાકાત પછી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે બાળાસાહેબ ઠાકરે સ્મારકને ગૌમૂત્

|
Google Oneindia Gujarati News

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે બુધવારે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા હતા. અહી તેમની મુલાકાત પછી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે બાળાસાહેબ ઠાકરે સ્મારકને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું હતુ.

Eknath Shinde

શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની દસમી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ બુધવારે એકનાથ શિંદે ઠાકરે મેમોરિયલ પહોંચ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે પ્રતિસ્પર્ધી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જુથ સાથે કોઈ અથડામણ ટાળવા માટે શિંદે ઠાકરેની પુણ્યતિથિના એક દિવસ પહેલા સ્મારક પર પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

બીજી બાજુ એકનાથ શિંદે ઠાકરેના સ્મારકની મુલાકાત લીધા પછી તરત જ શિવસેના એટલે કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના કાર્યકરો શિવાજી પાર્ક ખાતેના સ્મારક પર એકઠા થયા અને દરેક જગ્યાએ ગૌમૂત્ર અને પાણીનો છંટકાવ કરીને તેને શુદ્ધ કર્યું હતુ.

ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસૈનિકોના આ કૃત્યની શિંદે જૂથે ટીકા કરી હતી. બાલાસાહેબચી શિવસેનાના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે, "અમે આ કૃત્યની નિંદા કરીએ છીએ. બાલાસાહેબ કોઈ એક વ્યક્તિ કે એક પક્ષના નહોતા... દરેક પક્ષમાં તેમનું માન અને સન્માન હતું."

English summary
Maharashtra: Uddhav team cleaned Balasahel Thackeray memorial with Gaumutra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X