For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનનું વધુ એક નાપાક કૃત્ય, ભારતીય કેદીની કિડની કાઢી

|
Google Oneindia Gujarati News

pakistan-flag
શ્રીનગર, 15 માર્ચઃ પાકિસ્તાનના નાપાક ઇરાદા દિવસેને દિવસે વધી રહ્યાં છે. પાકની હિંમત એટલી વધી ગઇ છે કે ક્યારેક સરહદ પર ભારતીય સૈનિકોના માથા કાપીને લઇ જાય છે તો ક્યારેક દેશની અંદર ઘુસીને ફિદાયીન હુમલા કરાવે છે. એક પછી એક પાકિસ્તાનીઓના જધન્ય કૃત્યો સામે આવ્યા છે. પાકિસ્તાની જેલમાં કેદ એક ભારતીય કેદી સાથે થતા અમાનવીય વ્યવહાર કોઇ નવી વાત નથી, પરંતુ આ વખતે પાકિસ્તાનની જેલમાં જે કંઇપણ ભારતીય કેદી સાથે થયું ત્યારબાદ લોકોના મનમાં પાકિસ્તાન વિરુદ્ધનો આક્રોશ વધી ગયો છે.

પાકની જેલમાં ભારતીય કેદીના મોત બાદ આ ખુલાસો થયો છે કે, તેના શરીરમાંથી તમામ અંગ કાઢી લેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની કોટ લખપત જેલમાં માર્યા ગયેલા ચમેલ સિંહના શરીરની અંદરના તમામ મહત્વના અંગો કાઢી લેવામાં આવ્યા છે. ગાયબ થયેલા ભારતીય કેદીનું હૃદય, કિડની અને લીવર જેવા અંગ છે.

ગુરુવારે જમ્મૂમાં ચમેલ સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કનાર મેડિકલ બોર્ડના પાંચ સભ્યોએ આ વાતની પૃષ્ટિ કરતા કહ્યું કે કેદીના શરીરમાંથી ઘણા અંગ ગાયબ છે. આ પહેલા બુધવારે કેદીનુ મૃત્યું થયા બાદ પાકિસ્તાનમાં પણ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેનો અહેવાલ હજુ આવવાનો બાકી છે. આ એહવાલને જોયા બાદ જ ભારતીય મેડિકલ બોર્ડ પોતાનો અહેવાલ આપી શકશે. કેદીનું પોસ્ટમોર્ટમ કરનાર બોર્ડે પોલીસને કેદીનું પાકિસ્તાનમાં થયેલા પોસ્ટમોર્ટમના અહેવાલને ઉપલ્બ્ધ કરાવવાની માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટર્સને જાણવા મળ્યું કે, મૃતદેહમાંથી હૃદય, કિડની, લીવર જેવા મહત્વના અંગો ગાયબ છે. તેવામાં મોતના કારણો જાણવા સંભવ નથી. ચહેરા અને શરીર પર ઇજાના નિશાન હતા.

નોંધનીય છે કે ભારતીય નાગરિક ચમેલ સિંહ જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કોટ લખપતમાં ઘણા મહિનાઓથી બંધ હતો. પાકિસ્તાનની જેલમાં જ 15 જાન્યુઆરીએ તેનું મોત થઇ ગયું હતું, પરંતુ તેનું પોસ્ટમોર્ટમ 13 માર્ચે પાકિસ્તાનમાં કરવામાં આવ્યું અને તેનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો. ચમેલનો મૃતદેહ ભારત આવ્યા બાદ તેના પરિવારજનો દ્વારા ફરીથી તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, ત્યારબાદ પાકિસ્તાનની આ નાપાક કરતૂતનો ખુસાલો થયો છે.

અહેવાલની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

English summary
After Postmartem report it declaired that Many organs were missing from body of an indian prisone Chemel Singh who was immurement in Pak jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X