આનંદો 16 વર્ષ બાદ અંત સુખદ આવ્યો છે, GST બિલ પાસ થયું!
રાજ્યસભામાં જીએસટી પર ચાલેલી લાંબી ચર્ચા પછી આખરે 16 વર્ષ બાદ આ બિલ રાજ્યસભામાં પસાર થઇ ગયું છે. જો કે બિલ પસાર થવાની સાથે જ એઆઇએડીએમકે વોકઆઉટ કર્યું હતું.પણ તેમ છતાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી બિલની તરફેણમાં રાજ્યસભામાં કુલ 197 વોટ પડ્યા હતા. અને કોઇએ પણ તેના વિરોધમાં વોટિંગ નહતું કર્યું. તો બિલ પસાર થવાની સાથે જ અરુણ જેટલીએ જ્યાં બિલને આ સદીનું મહત્વપૂર્ણ બિલ કરાર કર્યું. ત્યારે આ બિલની ચર્ચામાં કોણે શું કહ્યું વાંચો અહીં.

સીતારામ યેચ્યુરી
સીપીએમ નેતા સીતારામ યેચ્યુરી કહ્યું કે જીએસટી દર 24 ટકા રાખ્યા તો દેશના મોટાભાગ લોકો વિકલાંગ જેવા બની જશે. તેમણે કહ્યું કે આ મામલે નાણાં પ્રધાનને ધ્યાન આપવાની જરૂર છે સાથે જ તેમણે રાજ્યના અધિકારોની સુરક્ષા અંગે પણ ચિંતા જતાવી હતી.
શરદ યાદવ
જદયૂ નેતા શરદ યાદવે કહ્યું કે જીએસટી બિલને મની બિલની જેમ પોતાની પાસે ના રાખતા તેને એક ફાઇનાન્સ બિલની જેમ પાસ કરવું જોઇએ. સાથે જ રાજ્યની આવક અંગે પણ વિચાર કરવો જોઇએ. તેમણે આશા વ્યક્ત કરી કે જીએસટી બિલથી દેશમાં ભષ્ટ્રાચાર ઓછો થશે.
ડીરેક ઓબ્રાયન
પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા ડીરેક ઓબ્રાયને કહ્યું કે આ બિલના વિચારને પસંદ કરે છે અને કોંગ્રેસના વિરોધ પર ટિપ્પણી કરતા કહ્યું કે જીએસટી ટેક્સને "ગિરગિટ સમઝોતા ટેક્સ" પણ કહી શકાય છે કારણ કે તે ટ્રેઝરી અને અપોઝિશન ટેક્સની વચ્ચે પિંગ-પોંગ મેચની જેમ રમાઇ રહ્યો છે. તેમણે કોંગ્રેસ કહ્યું કે આઇડિયા પસંદ કરવાથી કંઇ નથી તેને લાગુ કરવામાં પણ મદદ કરવી જોઇએ.
નરેશ અગ્રવાલ
સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે અમે આ બિલનું સમર્થન કરી રહ્યા છીએ. પણ સાથે જ તેમણે ભાજપને સંભળાવ્યું કે તમે જ્યારે પણ કોઇ બિલ પસાર કરો છો તમે તેવો દેખાડો કરો છો કે તમે કોઇ મોટી ક્રાંતિ કરી હોય પણ તેવું નથી. તેમણે પણ આ અંગે અનેક સવાલ ઉઠાવ્યા. અને કહ્યું કે આ બિલને પસાર કરતી વખતે નાના વેપારીઓને નુક્શાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. અને તે પણ જાણવું જરૂરી છે કે ખાદ્ય પદાર્થો પર જીએસટી લાગશે કે નહીં?
પી ચિદમ્બરમ
જીએસટી બિલ પર પી ચિદમ્બરમે કહ્યું કે આ અંગે ગત ચાર-પાંચ અઠવાડિયામાં તેમનો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્યારે પણ જીએસટી બિલના આઇડિયાનો વિરોધ નહતી કરતી. વિરોધ પાછળ તેમનો હેતું ખાલી તેને વધુ સારું બિલ બનાવાનું હતું.
16 વર્ષથી એક બિલ પસાર થવાની રાહ જુએ છે!
નોંધનીય છે કે 2000માં અટલ બિહાર વાજપાઇની સરકારે જીએસટીની બિલની શરૂઆત કરી હતી. 16 વર્ષની આ બિલ પસાર થવાની રાહ જોઇ રહ્યું છે. ત્યારથી આજ દિવસ સુધી આ મહત્વપૂર્ણ બિલને બહુમત નથી મળ્યો અને આજ કારણ છે કે તે આજ દિવસ સુધી ગૃહમાં પસાર નથી થઇ શક્યું. 2009માં પણ તેને પસાર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે હાલ હાલ આશા સેવવામાં આવી રહી છે કે આ બિલ પસાર થાય.












Click it and Unblock the Notifications
