મુંબઈ એરપોર્ટ પર મોટો અકસ્માત, ચાર્ટર વિમાન બે ભાગમાં તુટ્યુ
મુંબઈ એરપોર્ટ પર એક ચાર્ટર વિમાન અકસ્માતનો ભોગ બન્યુ છે. અહેવાલો અનુસાર, લેન્ડિંગ દરમિયાન રન વે પરથી લપસી જતા વિમાન બે ભાગમાં તુટી ગયુ. આ ઘટનામાં વિમાનના બે ટુકડા થઈ ગયા છે.
સમાચારો અનુસાર, અકસ્માત સમયે આ વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રુ મેમ્બર સવાલ હતા. હાલ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.

ઘટના અંગે માહિતી આપતા DGCA તરફથી જણાવાયુ છે કે, વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહેલું VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડિંગ કરતી વખતે લપસ્યુ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી. હાલ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વિગતો અનુસાર, પ્લેન રનવે પર લપસતા જ તેના આગળના ભાગના બે ટુકડા થઈ ગયા અને આગ લાગી હતી. જો કે ઈમરજન્સી વિભાગની તત્પરતાના કારણે આગ પર તરત જ કાબૂ મેળવી લેવાયો છે.
આ ઘટનામાં 8 મુસાફરો ખરાબ રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સદનસીબે કોઈનું મૃત્યુ થયુ હોવાના અહેવાલ નથી.
Maharashtra | VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating a flight from Visakhapatnam to Mumbai with 6 passengers and 2 crew members on board, veered off the runway at Mumbai International Airport. No casualties were reported: Spokesperson, Chhatrapati Shivaji Maharaj… pic.twitter.com/rjkCmBge9x
— ANI (@ANI) September 14, 2023
એરપોર્ટ ડ્યુટી ઓફિસર અનુસાર, ભારે વરસાદને કારણે એરક્રાફ્ટ રનવે પરથી લપસ્યુ અને પછી ડોમેસ્ટિક એરપોર્ટ પર ક્રેશ થયું. સ્લિપ થયા બાદ પાયલટે પ્લેનને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ સંતુલન ખોવાઈ ગયું હતું.












Click it and Unblock the Notifications
