For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન નૌકા ડૂબી, 11 લોકોના મોત, વળતરનુ એલાન

મધ્ય પ્રદેશના ભોપાલમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ગણેશ વિસર્જન દરમિયાન નૌકા ડૂબી જવાથી 11 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના ભોપાલમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ગણેશ વિસર્જન દરમિયાન નૌકા ડૂબી જવાથી 11 લોકોના મોત નીપજ્યા છે. આ દૂર્ઘટના આજે સવારે ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન થઈ. અત્યાર સુધી કુલ 11 લોકોના મૃતદેહ મેળવી લેવાયા છે. માહિતી અનુસાર નૌકામાં કુલ 19 લોકો સવાર હતા જેમાં 8 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 11 લોકોના ડૂબવાથી મોત થઈ ગયા છે. ઘટના સ્થળે ગોતાખોરો વધુ લોકોની શોધખોળ કરી રહ્યા છે.

accident

વાસ્તવમાં પિપલાની વિસ્તારમાં ચાલી રહેલા સમારંભ બાદ લોકો એક મોટી ગણેશ મૂર્તિનુ વિસર્જન કરવા માટે નાના તળાવ પર પહોંચ્યા હતા જ્યાં મૂર્તિને ક્રેનના સહારે તળાવમાં વિસર્જિત કરવામાં આવી રહી હતી. પરંતુ આ દરમિયાન નૌકાનુ સંતુલન બગડી જવાના કારણે નૌકા પલટી ગઈ અને એમાં ઘણા લોકો ડૂબી ગયો. નૌકામાં સવાર 16 લોકો ડૂબી ગયા જેમાં 5 લોકો તરીને તળાવના કિનારે આવી ગયા જ્યારે 11 લોકો ડૂબી ગયા જેમના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્યનું કામ શરૂ કરવામાં આવ્યુ. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ આ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે આ ઘણી દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. સાથે આ સમગ્ર દૂર્ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ દલિત ઉત્પીડન એક્ટના આદેશને પાછો લેવા અંગે સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદોઆ પણ વાંચોઃ દલિત ઉત્પીડન એક્ટના આદેશને પાછો લેવા અંગે સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો

English summary
Major accident in Madhya Pradesh Bhopal boat capsized during Ganesh Visarjan 11 died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X