Mallikarjun Kharge : મલ્લિકાર્જૂન ખરગે પર 100 કરોડ માનહાનિ કેસ, સંહરુર કોર્ટે પાઠવ્યું સમન્સ
Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે બજરંગ દળ પર આપેલા નિવેદન બાબતે ફસાતા જણાઇ રહ્યા છે. ખરગેને બજરંગ દળના માનહાનિ કેસમાં કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
સંગરુરની જિલ્લા અદાલતના સિવિલ જજ(સિનિયર ડિવિઝન) રમનદીપ કૌરે 100 કરોજ રૂપિયાના માનહાનિ કેસમાં ખરગેને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

બજરંગ દળ હિંદના સ્થાપકે કેસ દાખલ કર્યો - હિંદુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સ્થાપક હિતેશ ભારદ્વાજે સંગરુર કોર્ટમાં મલ્લિકાર્જૂન ખરગે વિરુદ્ધ 100 કરોડ રૂપિયાની માનહાનિનીઅરજી દાખલ કરી છે.
તેમનો આરોપ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરીને બદનક્ષી કરી છે.
બજરંગ દળની બદનક્ષી પર કેસ - હિતેશે જણાવ્યું હતું કે, ખરગેએ એક રેલીમાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે, તો બજરંગ દળ અથવા અન્ય રાષ્ટ્ર વિરોધી સંગઠનો જે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે, તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તેના વિરોધમાં હિતેશ ભારદ્વાજે સંગરુર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
10 જુલાઈના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું - સિનિયર ડિવિઝન જજ રમનદીપ કૌરે આ કેસ પર સમન્સ પાઠવતા સમયે કરતી વખતે મલ્લિકાર્જૂન ખરગેને 10 જુલાઈ, 2023ના રોજ સંગરુર કોર્ટમાં બોલાવ્યા છે. આ માહિતી હિતેશ ભારદ્વાજે આપી હતી. તેમણે કહ્યું કે, માનનીય કોર્ટે શુક્રવારના રોજ સમન્સ જાહેર કર્યું છે.












Click it and Unblock the Notifications
