Mallikarjun kharge : કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હાલત?
Mallikarjun kharge : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (AICC)ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર, તેમને સારવાર માટે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે.

વરિષ્ઠ નેતા ખડગેના સ્વાસ્થ્યને લઈને કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. જો કે, હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેમની તબિયત હાલમાં સ્થિર છે અને કોઈ મોટી ગંભીરતા નથી. વરિષ્ઠ ડોક્ટરોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને જરૂરી સારવાર પૂરી પાડી રહી છે.
90 વર્ષીય નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરાતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ હોસ્પિટલ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
