'લોકતંત્રની હત્યાનો કુટિલ પ્રયાસ', લાલુ યાદવને ત્યાં ઈડીના દરોડા પર ભડક્યા મલ્લિકાર્જૂન ખડગે
મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ઘરે થયેલી રેડ પર નિશાન સાધ્યુ છે. તેમણે તેજસ્વી યાદવના ઘરે થયેલી રેડ પર પણ કેન્દ્ર સરકારની ટીકા કરી.

Mallikarjun Kharge On ED Raids: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને 'લોકતંત્રની હત્યાનો કુટિલ પ્રયાસ' કરી રહી છે. આ તાનાશાહીનો જવાબ હવે જનતા આપશે. મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ઘરે થયેલી રેડ પર નિશાન સાધ્યુ છે. તેમણે તેજસ્વી યાદવના ઘરે થયેલી રેડ પર પણ કેન્દ્ર સરકારની ટીકા કરી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યુ, 'મોદી સરકાર વિપક્ષી નેતાઓ પર ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને લોકશાહીની હત્યા કરવાનો નાપાક પ્રયાસ કરી રહી છે. દેશમાંથી કરોડો લઈને ફરાર થઈ ગયા ત્યારે મોદી સરકારની એજન્સીઓ ક્યાં હતી? જ્યારે 'પરમ મિત્ર'ની સંપત્તિ આકાશને આંબી જાય છે, ત્યારે શા માટે તપાસ થતી નથી? જનતા આ તાનાશાહીનો જડબાતોડ જવાબ આપશે.
અન્ય એક ટ્વીટમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે, છેલ્લા 14 કલાકથી મોદીજીએ બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે ઈડીને બેસાડીને રાખ્યુ છે. તેની ગર્ભવતી પત્ની અને બહેનોને હેરાન કરવામાં આવી રહી છે. લાલુ પ્રસાદ યાદવજી વૃદ્ધ છે, બીમાર છે, તો પણ મોદી સરકારે તેમના પ્રત્યે માનવતા દાખવી નથી. હવે પાણી માથા ઉપરથી વહી ગયુ છે.
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે નોકરી માટે જમીન કૌભાંડના સંબંધમાં દિલ્લી અને પટનામાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સાથીઓના ઘણા ઘરો પર દરોડા પાડ્યા હતા. ઈડી તેજસ્વી યાદવના ઘરે 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ બહાર આવ્યુ છે. સીબીઆઈ નોકરી કૌભાંડ માટે જમીનની પણ તપાસ કરી રહી છે. આ મામલામાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 13 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
मोदी सरकार, विपक्षी नेताओं पर ED-CBI का दुरुपयोग कर लोकतंत्र की हत्या का कुत्सित प्रयास कर रही है।
— Mallikarjun Kharge (@kharge) March 10, 2023
जब देश से भगोड़े करोड़ों लेकर भागे तब मोदी सरकार की एजेंसियाँ कहाँ थी ? जब “परम मित्र” की संपत्ति आसमान छूती है तो जाँच क्यों नहीं होती?
इस तानाशाही का जनता मुंहतोड़ जवाब देगी !












Click it and Unblock the Notifications
