મણિપુર હિંસાને લઈને પીએમ મોદીના ભેદી મૌન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના આકરા પ્રહાર, કહ્યું-પીએમ મોદી ભગવાન છે?
પોતાની નબળી નીતિઓથી મણિપુરને સળગતુ છોડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાને છે. એક તરફ મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે તો બીજી તરફ પીએમ મોદીએ ભેદી મૌન ધારણ કર્યુ છે ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં ઉધડો લીધો છે.
સંસદના ચોમાસુ સત્રમાં બંને ગૃહોમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે ભેદી મૌનને તોડીને સંબોધન કરવાના છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં બોલતા કહ્યું કે, વડાપ્રધાન આવવાના છે. તે પછી અમે તેમની સામે અમારા વિચારો રજૂ કરીશું. આ દરમિયાન બીજેપીના સાંસદોએ રોજની જેમ હંગામો શરૂ કર્યો હતો.
ખડગે અહીં આકરા મુડમાં જોવા મળ્યા હતા. બીજેપીના સાંસદોના હંગામાં બાદ તેમને કહ્યું કે, વડાપ્રધાનના આગમનથી શું થશે? શું તે પરમાત્મા છે? તે દેવ નથી. આ પછી સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. જેના પર ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી.
જણાવી દઈએ કે, લોકો કરતા સત્તા અને પક્ષની વધારે ચિંતા કરતા પીએમ નરેન્દ્ર મોદી આખરે મણિપુર પર મૌન તોડી શકે છે. જો કે મણિપુર કરતા ચૂંટણીની વધારે ચિંતા કરતા નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં મણિપૂરનો ઉલ્લેખ કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
પીએમ નરેન્દ્ર મોદીનું મૌન કેટલુ ભેદી છે એ વાતનો પુરાવો એ છે કે કોંગ્રેસે કહ્યું છે કે તેમને પીએમ મોદીથી હવે કોઈ અપેક્ષા નથી. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, પીએમ મોદી પાસેથી અમને કોઈ અપેક્ષા નથી. તે જે કહેવા માગે છે તે કહેવા દો, અમે તેનો સામનો કરીશું.
જણાવી દઈએ કે, મણિપુરમાં હિંસા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બિરેન સિંહ સરકારની નીતિઓ જવાબદાર છે. ત્રણ મહિનાથી સતત હિંસા ચાલી રહી છે ત્યારે પીએમ મોદી મણિપુર વિશે વાત કરવાની જગ્યાએ પોતાના ઉદઘાટનોમાં વ્યસ્ત છે. બીજેપીના નેતાઓ રાજ્યમાં હિંસાની જવાબદારી લેવાની જગ્યાએ ઉલટા વિપક્ષ પર આરોપો લગાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
