કિંગફિશરને બચવવા માલ્યા વેચશે નહીં પરિવારની સંપત્તિ

માલ્યા પોતાની પ્રોપર્ટી વેચવાનું વિચારી રહ્યાં છે તેવા મીડિયાના અહેવાલને ખારીજ કરતા યુબી ગ્રુપ ચેરમેન માલ્યાએ કહ્યું, '' હું શું કરવા જઇ રહ્યો છું તે અંગેની આ મીડિયાની કલ્પના માત્ર છે. મારી પાસે કોમર્શિયલ સમજ ઓછી છે એ વાતને લઇને હું એટલો સ્પષ્ટ નથી કે હું મારી સંપત્તિ વેંચીને તેમાંથી મળેલા પૈસાને એરલાઇનમાં નાખું.''
ઇન્ડિયા ગ્રાં પ્રીમાં હાજરી આપવા માટે ભારત આવેલા માલ્યાએ કહ્યું કે, મારા ગ્રુપ પાસે પુરતા પૈસા છે કે હું તેનો ઉપયોગ એરલાઇનના ફંડમાં કરી શકું અને અમે તે કરીશું. અમે એપ્રિલ 2012થી અત્યારસુધી 150 મિલિયન પાઉન્ડ રૂપિયા એરલાઇનમાં નાંખ્યા છે, તેનો અર્થ એ નથી થતો કે એરલાઇન માટેના ફંડ માટે હું મારા પરિવારની સંપત્તિ વેંચુ.












Click it and Unblock the Notifications
