ભાણિયાના લગ્નમાં માથે પાણી ભરેલુ માટલુ લઈને નાચતા મામાનુ આકસ્મિક મોત, જુઓ વાયરલ Video

Mama's Death in Wedding Video: રાજસ્થાનમાં એક લગ્નમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાણિયાના લગ્નમાં નાચતા-નાચતા મામાનુ મોત થઈ ગયુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડીજે પર ડાન્સ કરતી વખતે મોતનો મામલો રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ તાલુકાની ઢાણિયા પંચાયતના લોછવાના ઢાણીનો છે.

મળતી માહિતી મુજબ, ઢાણિયા ઢાણી નિવાસી 53 વર્ષીય કમલેશ ઢાકાના ભાણિયા પંકજના લગ્ન 21 એપ્રિલના રોજ થયા હતા. લગ્નના એક દિવસ પહેલા પરિવાર ઢાકાના ઢાણીથી લોછવાની ઢાણીમાં ભાત લઈને ગયો હતો.

Mama s death

ભાત ભર્યા બાદ પરિવારના સભ્યો ચાક-પૂજા દરમિયાન ડીજે પર નાચતા હતા. ત્યારે કમલેશ ઢાકા માથા પર પાણી ભરેલુ માટલુ ઉંધુ રાખીને નાચી રહ્યા હતા. ડાન્સ કરતી વખતે તે અચાનક નીચે પડી ગયા અને ફરીથી ઊભા થયા જ નહીં. નાચતી વખતે પડી ગયેલા કમલેશ ઢાકાને પરિવારજનોએ સંભાળ્યા અને પછી તેમને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ કમલેશને મૃત જાહેર કર્યા. તબીબોએ તેને કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ હોવાનું જાહેર કર્યું છે.

ભાણાના લગ્નમાં નાચતા-નાચતા મામાનું મોત થતાં ખુશી વચ્ચે માતમ છવાઈ ગયો હતો અને પહેલા મામાના પાર્થિવ દેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાણાના લગ્નની વિધિઓ કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે કમલેશ ઢાકા ખૂબ જ ખુશખુશાલ સ્વભાવના હતા. તે શહેરમાં જ ગેસ એજન્સી ચલાવતા હતા. તે પોતે પણ મજાક કરતો હતો. તેને કોઈ જ રોગ નહોતો.

તબીબોના મતે આ કાર્ડિયાક અરેસ્ટનો કેસ છે. વ્યક્તિ 40 વર્ષની વય વટાવે પછી, કાર્ડિયાક અરેસ્ટનો ઈતિહાસ હોય કે ન હોય તેની નિયમિત આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. હાલના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જેમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે માત્ર 2 મિનિટમાં વ્યક્તિનુ મૃત્યુ થાય છે. રૂટીન ચેકઅપથી આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં કયો રોગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X