પશ્ચિમ બંગાળઃ નંદીગ્રામમાં ભાજપ નેતાનો દાવો, મમતા બેનર્જીએ ચૂંટણી પ્રચારમાં મદદ માટે કર્યો હતો ફોન
મુખ્યમંત્રી મમતા બેનર્જી એક ઑડિયો રેકૉર્ડિંગ માટે વિવાદોમાં આવી ગયા છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ઘમાસાણ ચાલુ છે. રાજ્યમાં એક તરફ પહેલા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક ઑડિયો રેકૉર્ડિંગ માટે વિવાદોમાં આવી ગયા છે. વાસ્તવમાં, નંદીગ્રામમાં ભાજપના એક નેતા પ્રલય પાલે દાવો કર્યો છે કે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ તેમને ફોન કરીને કહ્યુ હતુ કે તમે અમારા માટે નંદીગ્રામ સીટ પર ચૂંટણી પ્રચાર કરો. તમને જણાવી દઈએ કે નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીનો મુકાબલો સુવેન્દુ અધિકારી સાથે છે જે પહેલા તેમની જ પાર્ટીમાં હતા.

આ મામલે ટીએમસીની પ્રતિક્રિયા
શનિવારે પ્રલય પાલે એક ઑડિયો ક્લિપ જાહેર કરી જેના માટે ભાજપે દાવો કર્યો કે તે મમતા બેનર્જીનો અવાજ છે અને મમતાએ પ્રલય પાલને નંદીગ્રામમાં તેમના માટે પ્રચાર કરવાનો આગ્રહ કર્યો હતો. વળી, આ મામલે ટીએમસીએ પ્રતિક્રિયા આપીને કહ્યુ છે કે આ ઑડિયો ક્લિપમાં જે અવાજ છે તે મમતા બેનર્જીનો નથી.
મમતા ઈચ્છતા હતા કે સુવેન્દુ સાથે ચીટિંગ કરુઃ પ્રલય પાલ
પ્રલય પાલે કહ્યુ કે, 'મમતા બેનર્જી ઈચ્છતા હતા કે હું તેમના પાર્ટી માટે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરુ પરંતુ મે તેમને સ્પષ્ટ કહી દીધુ કે હું લાંબા સમયથી સુવેન્દુ અધિકારી અને તેમના પરિવાર સાથે જોડાયેલો છુ. હું હવે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યો છુ.' પ્રલયે આગળ જણાવ્યુ કે તેમણે મમતા બેનર્જીને કહ્યુ કે જ્યારે બંગાળમાં ડાબેરીઓ અને માકપાના શાસનમાં નંદીગ્રામના લોકો પર અત્યાચાર થઈ રહ્યા હતા તો તે વખતે અધિકારી પરિવાર જ હતો જે અમારી સાથે ઉભો હતો, હવે હું તેમની વિરુદ્ધ ન જઈ શકુ.












Click it and Unblock the Notifications
