મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી, નવા રાજકીય સમીકરણો રચાઈ શકે!
પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ મુખ્યમંત્રી બનેલી મમતા બેનર્જી બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ મુખ્યમંત્રી બનેલી મમતા બેનર્જી બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. સોનિયા ગાંધી સાથે મમતા બેનર્જીની બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. બંગાળ ચૂંટણી પછી મમતાની દિલ્હીની પહેલી મુલાકાત હતી. આ દરમિયાન મમતા બેનર્જી શરદ પવાર, આનંદ શર્મા સહિત વિરોધી પક્ષોના ઘણા નેતાઓને મળી છે. તેમની બેઠકોને 2024 ની ચૂંટણીમા પોતાને પ્રોજેક્ટ કરવાની અને વિપક્ષોને એક કરવા માટેની કવાયત તરીકે જોવામાં આવી રહ્યી છે.

સોનિયા ગાંધીને મળ્યા પછી, મમતા બેનર્જીએ કહ્યું કે, સોનિયા ગાંધીએ મને ચા માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મમતા બેનર્જી વધુમાં કહ્યું કે, 'અમે રાજકીય ઘટનાક્રમ વિશે ચર્ચા કરી. આ સિવાય પેગાસસ જાસૂસી કૌભાંડ અને કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી. 2024 ની સામાન્ય ચૂંટણીને લઈને ચર્ચાના પ્રશ્નના મામલે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, બેઠક દરમિયાન અમે વિપક્ષની એકતા અંગે ચર્ચા કરી હતી. મમતાએ કહ્યું કે તે ખૂબ જ સારી અને સકારાત્મક બેઠક હતી.
આ પહેલા મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી પણ વિપક્ષની એકતાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક પક્ષો પર વિશ્વાસ રાખે છે અને નાના પક્ષોને પણ તેમાં વિશ્વાસ છે. આટલું જ નહીં, મમતા બેનર્જીએ ભાજપને એક મજબૂત પક્ષ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે વિરોધીને પણ તેની સામે લડવા મજબૂત બનવું પડશે. તે પછી જ ઇતિહાસ રચાશે. કેન્દ્રના રાજકારણમાં પરિવર્તનની આશા વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે રાજકારણમાં પરિવર્તન થતું રહે છે. જ્યારે રાજકીય વાવાઝોડું આવે છે, ત્યારે પરિસ્થિતિઓને સંભાળવી મુશ્કેલ હોય છે.
કેન્દ્ર સરકારને પડકારતા મમતા બેનર્જીએ કહ્યું કે , બિન-ભાજપ મુખ્યમંત્રીઓ સાથે તેમના ઘણા સારા સંબંધો છે. દાખલો આપતાં કહ્યું કે, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, તામિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે તેમના સારા સંબંધો છે. જો રાજકીય વાવાઝોડું આવે છે તો તમે તેને રોકી શકશો નહીં. જો વિરોધી પક્ષો ગંભીર બને તો પરિણામ છ મહિનામાં સામે આવી જશે.












Click it and Unblock the Notifications
