For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ અને સોનિયા સાથે મંચ પર નહીં આવે મમતા બેનર્જી

|
Google Oneindia Gujarati News

mamta banerjee
કોલકાતા, 16 માર્ચ: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે આજે માલદામાં એક મંચ પર આવવાનો ઇનકાર કરી દીધો છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને સોનિયા ગાંધી આજે પશ્ચિમ બંગાલના 90 મિનિટની ટૂંકી યાત્રા દરમિયાન માલદામાં એેન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કરશે.

અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે પીએમ મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માલદાના પ્રતિષ્ઠિત વ્યક્તિ એબીએ ગની ખાન ચોધરીની કબર પર જઇને શ્રદ્ધાંજલિ પણ આપશે.

સૂત્રો દ્વારા મળી રહેલી જાણકારી અનુસાર, કોંગ્રેસ વિધાયક અબુ નાસેર રાઇટર્સ બિલ્ડિંગ જઇને મમતા બેનર્જીને આ કાર્યક્રમમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તૃણમૂલ ચિફ મમતા બેનર્જીએ એવું કહીને આ નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે કે તેમને બીજું જરૂરી કામ હોવાથી બહાર જવાનું છે.

પ્રધાનંત્રી મનમોહન સિંહ નારાયણપૂરમાં પણ ગની ખાન ચોધરી એન્જિનિયરિંગ કોલેજની આધારશિલા મૂકશે. અત્રે પણ સોનિયા ગાંધી હાજર રહેશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણ આ સમારંભમાં હાજર રહેશે.

English summary
Mamata Banerjee not to share dais with PM, Sonia Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X