For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉબર્ટ વાડ્રાના સમર્થનમાં આવ્યા મમતા બેનર્જી કહ્યુ, ‘આખો વિપક્ષ છે તેમની સાથે'

મની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલા એક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઈડીએ બુધવારે લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલા એક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઈડીએ બુધવારે લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ કે આખો વિપક્ષ રૉબર્ટ વાડ્રા સાથે ઉભો છે. મમતા બેનર્જીએ કહ્યુ કે બધાને કોઈ કારણ વિના નોટિસ મોકલવામાં આવી રહી છે. કોઈની સામે ગંભીર મામલો નથી. એટલા માટે વિપક્ષ એકજૂટ છે અને એકસાથે ઉભો છે.

mamta banerjee

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા આ જાણીજોઈને કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યુ કે અમે આની સામે ચૂંટણી કમિશનને ફરિયાદ કરીશુ. મમતા બેનર્જીએ કહ્યુ કે તેઓ આગામી સપ્તાહે બુધવાર અને ગુરુવારે દિલ્લીમાં રહેશે જ્યાં વિપક્ષી દળો સાથે આગળની રણનીતિ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિદેશમાં કથિત રીતે ગેરકાનૂની સંપત્તિ રાખવા મામલે મની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલા એક કેસમાં ઈડીએ વાડ્રાની પૂછપરછ કરી હતી.
વાડ્રાની આ પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન વાડ્રાને 2 ડઝનથી વધુ સવાલોનો સામનો કરવો પડ્યો. સૂત્રો મુજબ રૉબર્ટ વાડ્રાએ લંડનમાં પ્રોપર્ટી હોવાનો ઈનકાર કર્યો છે. તેમણે સંજય ભંડારીને ઓળખવાનો ઈનકાર કરી દીધો. વાડ્રાએ સંજય ભંડારી અને તેમના કાકાના દીકરા ભાઈ શિખર ચઢ્ઢા સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપારી સંબંધ હોવાનો સંપૂર્ણપણે ઈનકાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રૉબર્ટ વાડ્રા પોતાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ઈડીની ઓફિસ પહોંચ્યા હતા પરંતુ પ્રિયંકા ગેટથી પાછા ફર્યા હતા. ઈડીની એક ટીમે વાડ્રાનું નિવેદન નોંધ્યુ. વાડ્રાની પૂછપરછ કરનારી ટીમમાં ઈડીના જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર સહિત 5 અન્ય અધિકારીઓ શામેલ છે. આ પહેલા, દિલ્લીની એક અદાલતે વાડ્રાની આગોતરા જામીન અરજી પર તેમને રાહત આપીને મની લૉન્ડ્રીંગ કેસમાં તેમની ધરપકડ પર 16 ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ IndiaTV-CNX સર્વેઃ પ્રિયંકા ગાંધીના આવવાથી પલટશે યુપીનું રાજકારણ, સપા-બસપાને ઝટકોઆ પણ વાંચોઃ IndiaTV-CNX સર્વેઃ પ્રિયંકા ગાંધીના આવવાથી પલટશે યુપીનું રાજકારણ, સપા-બસપાને ઝટકો

English summary
mamata banerjee on robert vadra questioning, Opposition Stands Together
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X