ઈમરાન ખાનથી વધુ દેશને મમતા બેનર્જીથી ખતરોઃ બંગાળ ભાજપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાલાકોટ એર સ્ટ્રાઈક પર શંકા વ્યક્ત કરી તો ભાજપના પ્રદેશ અધ્યક્ષે તેમના પર સવાલ ઉભા કરી દીધા.
પાકિસ્તાન પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઈક પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. રાજકીય દળોએ એર સ્ટ્રાઈક અંગે કેન્દ્રની એનડીએ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે વિરોધીઓના આ સવાલોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ક્રમમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાલાકોટ એર સ્ટ્રાઈક પર શંકા વ્યક્ત કરી તો ભાજપના પ્રદેશ અધ્યક્ષે તેમના પર સવાલ ઉભા કરી દીધા.

મમતા બેનર્જીએ એર સ્ટ્રાઈક અંગે કેન્દ્ર સરકાર પાસે પુરાવા માંગ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જવાનોની સફળતા પર તેમને કોઈ શંકા નથી પરંતુ સૈનિકોના શૌર્યના રાજનીતિકરણનો તે પૂરજોરમાં વિરોધ કરે છે. તેમના આ નિવેદનનો બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે વિરોધ કરતા કડક જવાબ આપ્યો છે. તેમણે મમતા બેનર્જીની તુલના પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે કરી દીધી અને કહ્યુ કે ઈમરાન ખાનથી વધુ દેશ માટે મમતા બેનર્જી ખતરનાક છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યુ કે જ્યારે આખો દેશ પુલવામા આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીની માંગ કરી રહ્યો છે ત્યારે મમતા બેનર્જી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતા બાલાકોટ એર સ્ટ્રાઈક પર અપમાનજનક ટિપ્પણી કરીને પાકિસ્તાનનું કામ સરળ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ સમય દેશને એકજૂટ થવાનો છે પરંતુ વિરોધીપક્ષના નેતા એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પૂછી રહ્યા છે. તેમણે કહ્યુ કે એવા નેતા પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન જેવા લોકોને ભારતને નુકશાન પહોંચાડવાની જરૂર નથી એના માટે મમતા બેનર્જી જ કાફી છે.












Click it and Unblock the Notifications
