For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા વિવાદમાં, કહ્યું વધતી જતી વસતી બળાત્કાર માટે જવાબદાર

|
Google Oneindia Gujarati News

mamata benerjee
કોલકાતા, 22 માર્ચ: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે પોતાનું મત વ્યક્ત કરતા જણાવ્યું કે વધતી જતી વસ્તી બળાત્કારનું મૂળભૂત કારણ છે. મમતાએ એવો દાવો કર્યો કે નવેમ્બર 2012 સુધી આ રીતે 45 મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે આ જ વર્ષમાં દિલ્હીમાં 621 મામલા સામે આવ્યા હતા.

મમતાએ વિધાનસભાને જણાવ્યું કે 'વસ્તી વધી રહી છે. શું પશ્ચિમ બંગાળની જનસંખ્યા એટલી જ છે જેટલી વિધાનચંદ્ર રાયના સમયમાં હતી.' મમતાએ સાથે સાથે કાનનૂ વ્યવસ્થાની સ્થિતિ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

મમતાએ જણાવ્યું કે દુષ્કર્મના મામલા વધી રહ્યા છે, વસ્તીમાં વધારો થઇ રહ્યો છે, કારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આધારભૂત સંરચનાનો વિકાસ થઇ રહ્યો છે. શોપિંગ મોલ વધી રહ્યા છે. મલ્ટિપ્લેક્સ બની રહ્યા છે. યુવાનો વધુ મોર્ડન બની રહ્યા છે. શું આપ તેમનું સ્વાગત નહીં કરો. મમતાએ આરોપ લગાવ્યો કે અખબાર જાણી જોઇને બળાત્કારના મામલાઓને વધારી ચડાવીને રજૂ કરે છે. પહેલા મહિલાઓ આવા પ્રકારના કેસ નોંધાવવામાં ખચકાતી હતી. જોકે હવે સામાજિક ચેતના વધી રહી છે.

હવે તેઓ ફરિયાદ સામે ચાલીને નોંધાવી રહી છે. આ શુભ સંકેત છે. પહેલા તો ફરિયાદ પણ ન્હોતી થતી. તેમણે જણાવ્યું કે 2011માં દિલ્હીમાં બળાત્કારના 453, મુંબઇમાં 221, બેંગલૂરમાં 97, અને ચેન્નાઇમાં 76 મામલા સામે આવ્યા છે. જ્યારે 2012માં દિલ્હીમાં આવા 621 મામલા સામે આવ્યા છે.

English summary
West Bengal chief minister Mamata Banerjee on Friday linked rising cases of rapes to increase in the population, while claiming that there were only 45 such cases till November 2012 in Kolkata in comparison to 621 in Delhi in the same year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X