મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને રેલીમાં યુવકે ઝીંકી દીધો તમાચો
કોલકાતા, 4 જાન્યુઆરી: એક મોટા સમાચાર કોલકાતાથી આવી રહ્યા છે, જ્યાં એક રેલી દરમિયાન એક અજાણ્યા યુવકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સૌની સામે એક જોરદાર તમાચો ચોડી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જીને તમાચો મારનાર યુવક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો જ હતો અને તે સાંસદ અભિષેક બેનર્જીથી કોઇ વાતથી નારાજ હતો.

એ અંગે વાત કરતા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને મીડિયાને જણાવ્યું કે મને બધી જાણકારી નથી મળી. હું સંપૂર્ણ અહેવાલની રાહ જોઇ રહ્યો છું, જે જાણકારી પ્રાપ્ત થઇ છે તેના હિસાબથી હુમલો કરનારો યુવક પાર્ટીનો નથી.












Click it and Unblock the Notifications
