For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનરજીએ રાજ્યમાં બંધનો વિરોધ કર્યો, લેફ્ટ પર ભારે વરસ્યાં

મમતા બેનરજીએ રાજ્યમાં બંધનો વિરોધ કર્યો, લેફ્ટ પર વરસ્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરના કર્મચારી સંગઠનો આજથી બે દિવસની હડતાળ પર છે. તમામ લેફ્ટ પાર્ટીઓએ આ દેશવ્યાપી હડતાળનું સમર્થન કર્યું છે અને પોતાના સંગઠનોને આ હડતાળમાં સામેલ થવા કહ્યું છે. પશ્ચિમ બંગાળમાં લેફ્ટ પાર્ટીની આ હડતાળ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાંયો ચઢાવી છે. મમતા બેનરજીએ કહ્યું કે તેઓ આ હડતાળનું સમર્થન નથી કરતાં અને રાજ્યમાં હડતાળ સામે નિપટવા માટે સરકારે પુખ્ત યોજના બનાવી છે.

mamata banerjee

લેફ્ટ પાર્ટીઓ પર નિશાન સાધતા મમતા બેનરજીએ કહ્યું કે પાછલા 34 વર્ષમાં લેફ્ટ પાર્ટીની હડતાળની રાજનીતિને કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને રાજ્યમાં વિકાસ ઠપ થઈ ગયો છે. મમતા બેનરજીએ કહ્યું કે સામાન્ય લોકોને આ હડતાળને કારણે કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ન થાય તે માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરી છે. અમે પ્રદેશમાં બંધનું સમર્થન નથી કરતા, રાજ્યમાં કોઈ બંધ નહિ થાય. કોલકાતાના નાણા વિભાગ તરફથી પહેલા જ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે કે સરકારી કાર્યાલયો ચાલુ રહેશે. તથા કર્મચારીઓને કેઝ્યુઅલ લીવ આપવામાં આવશે નહિ.

હડતાળને પગલે પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યમાં 500 વધુ બસ ચલાવશે. જેનાથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. આની સાથે જ 20 ટકા વધુ ટ્રૈમ્સનું પણ સંચાલન ઈસ્ટર્ન મેટ્રોપોલિસમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે લેફ્ટ પાર્ટીઓએ પોતાના તમામ સહયોગી સંગઠનોને આ હડતાળમાં સામેલ થવા કહ્યું અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા કહ્યું છે. કર્મચારીઓ અને ખેડૂતોએ એલાન કર્યું છે કે તેઓ આ દરમિયાન રેલવે અને રસ્તા રોકો અભિયાન ચલાવશે. કેટલાય રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓએ હડતાળને પગલે રજા જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો- નોટબંધીમાં નોકરીઓ જતી રહી, હવે આરક્ષણથી શુ થશે: કોંગ્રેસ

English summary
Mamta Banerjee says there will be no bandh in the state slams left parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X