મમતા બેનર્જીનુ મોટુ એલાન, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો

પશ્ચિમ બંગાળમાં એક જૂન એટલે કે સોમવારથી બધા ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવશે જે હાલમાં લૉકડાઉનના કારણે બંધ છે.

પશ્ચિમ બંગાળમાં એક જૂન એટલે કે સોમવારથી બધા ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવશે જે હાલમાં લૉકડાઉનના કારણે બંધ છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યુ છે કે બધા પૂજા સ્થળો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ એક જૂનથી ખુલી જશે. જો કે અમુક શરતો હજુ પણ ચાલુ રહેશે. એક સમયે 10થી વધુ લોકો સાથે પૂજા નહિ કરી શકે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પર કોઈ ધાર્મિક સભા પણ નહિ કરી શકાય.

mamata banerjee

કોરોના વાયરસ ફેલાયા બાદ દેશમાં બે મહિનાથી વધુ સમયથી લૉકડાઉન છે. 25 માર્ચે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બધા ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો, મૉલ સિનેમા હૉલ અને તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવી હતી. માત્ર જરૂરી સામાનની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 25 માર્ચ બાદ લૉકડાઉનને ચાર વાર વધારવામાં આવી ચૂક્યુ છે. હાલમાં લૉકડાઉનનો ચોથો તબક્કો છે જે 31 મેના રોજ ખતમ થઈ રહ્યો છે. એવામાં 31 મે બાદ સરકારની શું રણનીતિ હશે તેના પર સૌની નજર છે. પશ્ચિમ બંગાળ સરકારે ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપવાનો ઈશારો કરી દીધો છે જે 1 જૂનથી અમુક છૂટ આપવા જઈ રહ્યા છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હજુ 31 મે બાદની સ્થિતિ પર કંઈ કહ્યુ નથી.

વળી, બીજી તરફ કોરોના વાયરસનો ખતરો દેશ અને દુનિયામાં સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ચૂકી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7,466 નવા કેસ સામે આવ્યા છે અને 175 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1,65,799 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ 4,706 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 89,987 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 71,106 લોકો અત્યાર સુધી સંક્રમણ બાદ રિકવર થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X