PMનું રાજીનામું માગી યુવકે લગાવી મોતની છલાંગ

વિજયનગર પોલીસ વિસ્તારના બહેરામપૂરમાં રહેનાર કૃષ્ણપાલ મૂળરીતે બુલંદશહેર જિલ્લાના રહેનારા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિજયનગર વિસ્તારમાં નર્સરી ચલાવી રહ્યા હતા. આ ત્રણ બાળકોનો પિતા બુધવારે સવારે લગભગ આઠ વાગ્યે વિજયનગરના પ્રતાપ વિહારસ્થિત પાણીની ટાંકી પર ચઢી ગયો. તે પ્રધાનમંત્રી મનમોહનસિંહના રાજીનામાની માગ સાથે ભ્રષ્ટાચાર પર રોક લગાવવાની માંગ કરી રહ્યો હતો.
કૃષ્ણપાલ ટાંકી પર ઇટ-પત્થર, પેટ્રોલની બોટલ લઇને ચઢ્યો હતો. તેણે એવી જાહેરાત કરી હતી કે જો તેની માગ માનવામાં નહી આવી તો 12-12-12ના રોજ 12 વાગ્યાને 12 મિનિટે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેશે. જેના માટે તેણે ફાંસીનો ફંદો પણ તૈયાર કરી રાખ્યો હતો. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ અને પોલીસ જવાનો પણ પહોંચી ગયા હતા.
બચાવકર્મચારીઓએ તેને ટાંકી પરથી ઉતારવા માટે જાળ પણ મંગાવી હતી. દરમિયાનમાં કૃષ્ણપાલને ઉતારવા માટે કેટલાક લોકો પાણીની ટાંકી પર ચઢવા લાગ્યા પરંતુ કૃષ્ણપાલ તેમની પર ઇંટો અને પત્થરો ફેંકવા લાગ્યો. જ્યારે તેને એવું લાગ્યું કે લોકો ઉપર ચઢીને તેને પકડી લેશે તો તેણે ફંદો લગાવવાની કોશીશ કરી અને તેણે ટાંકી પરથી અચાનક છલાંગ લગાવી દીધી. તેને તાત્કાલિક હોસ્પિટલભેગો કરવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
