For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું ભાષણ સાંભળવા માટે જગમોહને બદલ્યો આત્મહત્યાનો ઇરાદો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 26 ઓક્ટોબર: યુપી સરકારના વલણથી નારાજ થઇને તે આત્મહત્યા કરવા જઇ રહ્યાં હતા. પરંતુ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગરીબોના મસીહા કહેવાતા નરેન્દ્ર મોદી ઝાંસી આવે છે તે સમાચાર સાંભળીને તેમને આત્મહત્યા કરવાનો નિર્ણય બદલી દિધો. હાથ પગથી લાચાર તે વ્યક્તિને સંપૂર્ણ આશા છે કે નરેન્દ્ર મોદી તેમના દર્દને હળવું કરશે તેમને ન્યાય અપાવશે. તેમને ગર્વથી કહ્યું હતું કે મોદી છે, તો હું જીવતો છું. આ શબ્દોની સાથે તેમના ચહેરાની ચમક વધી ગઇ હતી.

આ કહાણી છે મહોબા જિલ્લાના જગમોહન તિવારીની, દર્દની દાસ્તાન રજૂ કરતાં જગમોહને કહ્યું હતું કે કેટલાક વર્ષો પહેલાં ટ્રેન અકસ્માતમાં એક પગ, હાથોની આંગળીઓ ગુમાવી દિધી હતી. પત્ની આંધળી છે. દુર્ઘટનાગ્રસ્ત હોવાછતાં જીવ તો બચી ગયો, પરંતુ જિંદગી ચાલી રહી છે. ટ્રાઇ સાયકલ વડે ઓફિસરો અને નેતાઓની ઓફિસના ન જાણે કેટલા ચક્કર લગાવ્યા છે પરંતુ આજ સુધી ના તો વૃદ્ધાવસ્થા પેન્શન મળ્યું ના તો વિકલાંગ પેન્શન.

narendra-modi

ગામ સૂપા નિવાસી જગમોહનના જણાવ્યા અનુસાર વ્યવસ્થાથી અને પોતાની સ્થિતીથી ત્રસ્ત થઇને તેમને આત્મહત્યા કરવનો નિર્ણય કરી લીધો હતો, જ્યારે સાંભળ્યું કે નરેન્દ્ર મોદી ઝાંસી આવી રહ્યાં છે તો તેમને ઇરાદો બદલી દિધો. નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇને જગમોહન કહે છે કે મને આશા કે છે નરેન્દ્ર મોદી તેમની સમસ્યાઓને વ્યક્તિગત રીતે સાંભળશે અને કંઇક કરશે. મહોબાથી ઝાંસી સુધીની મુસાફરી ટ્રાઇ સાઇકલ દ્રારા પાર પાડી. આ 200 કિમીનું અંતર છે. એક દિવસ પહેલાં એટલે કે ગુરૂવારે ઝાંસી પહોંચ્યા હતા.

English summary
Jagmohan Tiwari from Mahoba, district of Uttar Pradesh has been changed his plan to commit suicide for listening Narendra Modi's speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X