દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપીના ઘરને બોમ્બથી ઉડાવાનો પ્રયત્ન

પોલીસે આ શખ્સ સામે વિસ્ફોટક કાનૂન અંતર્ગત ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરી કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો મોડી રાત્રે આરકે પૂરમ વિસ્તારમાં આવેલા રામસિંહના ઘરે ગયા હતા અને બોમ્બથી તેના ઘરને ઉડાવવાની કોશિશ પણ કરી હતી.
રામસિંહના પડોશમાં રહેનાર એક મહિલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે ત્રણ અજાણ્યા લોકો ગઇકાલે રાત્રે આવ્યા હતા અને મને પૂછ્યુ હતું કે રામસિંહનું ઘર કયું છે. જ્યારે મહિલાએ આ શખ્સોને રામસિંહનું ઘર બતાવ્યું તો તેમણે તેને કહ્યું કે અમે તેમના ઘર પર બોમ્બ ફેંકવાના છીએ માટે તમે અહીંથી જતા રહો. જેના પગલે ગભરાયેલી મહીલાએ તુરંત પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રામસિંહ દિલ્હીમાં થયેલા ગેંગરેપનો મુખ્ય આરોપી છે. તેણે અને તેના અન્ય પાંચ સાથીદારોએ મળીને એક મેડિકલની વિદ્યાર્થિની પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર કરી તેને અને તેના મિત્રને અર્ધનગ્ન હાલતમાં ચાલતી બસમાંથી ફેંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલી પીડિત વિદ્યાર્થિનીને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ અને સિંગાપૂરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર અપાઇ, પરંતુ તેને બચાવી શકાઇ નહી. 29 ડિસેમ્બરના રોજ પીડિત યુવતીનું સિંગાપૂરની હોસ્પિટલમાં નિધન થયું હતું. દેશભરમાં આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામસિંહના ઘર પર હુમલાનો પ્રયત્ન પણ એ રોષનો જ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
