બાથરૂમમાં નહાઈ રહેલી મહિલાનો વીડિયો બનાવનાર યુવકની ધરપકડ
મહારાષ્ટ્રના પુણેમાં એક યુવકે મહિલાનો નાહતો વીડિયો બનાવ્યો. ત્યારપછી મહિલાના પતિએ યુવકને ઢોર માર માર્યો.
મહારાષ્ટ્રના પુણેમાં એક યુવકે મહિલાનો નાહતો વીડિયો બનાવ્યો. ત્યારપછી મહિલાના પતિએ યુવકને ઢોર માર માર્યો. આ શર્મનાક હરકત કરવા બદલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ મામલો ચતુશૃંગિ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસ ચોકીમાં 27 વર્ષની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કર્યો પરંતુ કોર્ટમાંથી આરોપીને જામીન પણ મળી ગયા.

પોલીસ ઘ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યુવક થોડા દિવસ પહેલા જ પોતાની બહેનના ઘરે રહેવા માટે આવ્યો હતો. મોર્નિંગ વોક દરમિયાન જતા સમયે તેને બાથરૂમ કોઈ મહિલાના નાહવાની ભનક લાગી. બાથરૂમની બારીથી આરોપીએ અંદર જોયું. આરોપી યુવકે મહિલાનો નાહતો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવી લીધો.
આ પણ વાંચો: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે ગેંગરેપ
મહિલાને આ દરમિયાન અનુભવાયું કે કોઈ બાથરૂમની બારીથી જોઈ રહ્યું છે. મહિલાએ તરત તેની જાણકારી પોતાના પતિને આપી. પતિએ સંતાઈને જોયું તો બાથરૂમની બારી પાસે એક વ્યકતિ ઉભો હતો. આ દરમિયાન મહિલાના પતિએ તેની પૂછપરછ કરી મહિલાના પતિએ આરોપીનો મોબાઈલ ખુંચવી લઈને તેમાં વીડિયો ચેક કર્યો. મહિલાનો નાહતો વીડિયો જોઈને ઘણો હંગામો થયો. લોકોએ આરોપી યુવકની ખુબ જ પીટાઈ કરીને તેને પોલીસમાં સોંપી દીધો.
આ પણ વાંચો: મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરી કહેતો, ગૉડના કહેવાથી કર્યો, 15 વર્ષની જેલ












Click it and Unblock the Notifications
