ન્યૂડ થઇને બાઇક ચલાવવું યુવકને ભારે પડી ગયું

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે કોટ્ટાયમમાં એક વ્યક્તિ નિર્વસ્ત્ર થઇને લગભગ એક કલાક સુધી બાઇક પર અહીં-તહીં ચક્કર મારતો રહ્યો. લોકોના માટે પરેશાનીનું કારણ બની ચૂકેલા આ શખ્શને આખરે પોલીસે પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી પહેલા કેટલાંક લોકોએ આ શખ્શને ન્યૂડ થઇને બાઇક ચલાવતા જોયો. તે ઝડપથી ભીડમાંથી નીકળવા માગતો હતો. દરમિયાન લોકોએ આ અંગેની જાણકારી પોલીને આપી દીધી. લોકો અને પોલીસ તેને જોઇને શરમ અનુભવી રહ્યા હતા, પરંતુ તે કોઇની પણ પરવાહ કર્યા વગર બાઇક ચલાવી જઇ રહ્યો હતી. બાદમાં સ્થાનીક લોકોની મદદથી પોલીસે આ શખ્શની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
