લૉકડાઉનઃ 10 હજારમાં 2 કલાક માટે પત્નીનો સોદો કર્યો, તે 3 દિવસ બાદ સામે આવી અને...

લૉકડાઉનઃ 10 હજારમાં 2 કલાક માટે પત્નીનો સોદો કર્યો, તે 3 દિવસ બાદ સામે આવી અને...

મુરાદાબાદઃ લૉકડાઉન વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી ચકિત કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક શખ્સે રૂપિયા માટે પોતાની પત્નીનો સોદો કરી નાખ્યો. મહિલાને ખરીદનાર શખ્સે મહિલાને બંધક બનાવી ત્રણ દિવસ સુધી તેનો રેપ કર્યો. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપી પતિએ પત્ની લાપતા હોવાની ફરિયાદ કરવા ખુદ પોલીસ સ્ટેશને પહોંચ્યો. આ મામલે સોમવારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી. પોલીસે ઘટનામાં સામેલ બે વચેટિયાઓ અને રેપના આરોપીની તલાશ શરૂ કરી દીધી છે.

10 હજારમાં 2 કલાક માટે સોદો કર્યો

10 હજારમાં 2 કલાક માટે સોદો કર્યો

મામલો મુરાદાબાદના પાકબડા પોલીસ સ્ટેશનનો છે. અહીં પોલીસે પોતાની જ પત્નીને 10 હજારમાં બે કલાક માટે બીજાના હાથે વેચવનાર પતિની ધરપકડ કરી લીધી છે. ઘટનામાં સામેલ બે વચેટિયા અને રેપિસ્ટની તલાશ ચાલી રહી છે. જેમાંનો એક આરોપી સંભલનો રહેવાસી છે. પાકબડા પોલીસ સ્ટેશનના પ્રભારી સુરેન્દ્ર પાલ સિંહ મુજબ ક્ષેત્રના હાસમપુર ચોક નિવાસી એક વ્યક્તિએ પોતાની પત્ની ઘરેથી લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે મહિલાને તલાશ શરૂ કરી હતી.

મહિલાની વાત સાંભળી પોલીસ ધ્રૂજી ઉઠી

મહિલાની વાત સાંભળી પોલીસ ધ્રૂજી ઉઠી

થાણા પ્રભારી મુજબ સર્વેલાંસથી માલૂમ પડ્યું કે મહિલાનું લોકેશન સંભલના ગુન્નૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં મલ્યું. પાકબડા પોલીસે મહિલાને ત્યાંથી લાવીને પૂછપરછ કરી તો પોલીસ પણ દંગ રહી ગઈ. મહિલાએ જણાવ્યું કે તે લાપતા નહોતી થઈ બલકે પોતાના પતિએ જ તેને 10 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું વચેટિયાની ભૂમિકા પાકબડાનો જ રહેવાસી ખાલિદે નિભાવી હતી. ખાલિદે જ ગુન્નૌરના રેહવાસી કલવાના ભાઈ હાથે સોદો કરાવી દીધો હતો.

બંધક બનાવી ત્રણ દિવસ સુધી રેપ કર્યો

બંધક બનાવી ત્રણ દિવસ સુધી રેપ કર્યો

મહિલા મુજબ બંધક બનાવી ત્રણ દિવસ સુધી તેનો રેપ કરવામાં આવ્યો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ સહિત ત્રણ આરોપીઓ સામે કેસ નોંધી લીધો છે. સોમવારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે. મહિલાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે. બાકી આરોપીઓની પણ જલદી જ ધરપકડ થઈ જશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X