For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સામે કપડાં ઉતારી કર્યો મોંઘવારીનો વિરોધ

|
Google Oneindia Gujarati News

Santosh
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : ડીઝલ ભાવ વધારો અને એલપીજીને મર્યાદિત કરવાના વિરોધમાં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામે શનિવારે એક વ્યક્તિએ કપડાં ઉતારી પ્રદર્શન કર્યું. જેવાં જ પીએમને સમ્બોધન માટે બોલાવવામાં આવ્યાં કે એક યુવાને ડાયસથી દસ પગલાં દૂર બેંચ ઉપર ઊભા થઈને પોતાનું શર્ટ ઉતાર્યું તેમજ ચીસ પાડવા લાગ્યો, ‘ભ્રષ્ટ પ્રધાનમંત્રી વાપસ જાઓ, વાપસ જાઓ. ડીઝલ મૂલ્ય વૃદ્ધિ વાપસ લો.'

પાટનગરના વિજ્ઞાન ભવનમાં ચાલતાં આર્થિક વિકાસ અંગેના સમ્મેલનમાં આ બનાવ બન્યો. સુરક્ષાકર્મીઓએ તે યુવાનને તરત પકડી કબ્જામાં લઈ લીધો. પોલીસ તેની પૂછપરછ કરી રહ છે. કહે છે કે તેનું નામ સંતોષ કુમાર છે. તે વકીલ છે અને બિહારનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે તે લાલુ પ્રસાદ યાદવના પક્ષ આરજેડીનો કાર્યકર છે.

આ બનાવ બનતાં ઘણી વાર સુધી સુરક્ષાકર્મીઓ અવાચક નજરે ચડ્યાં.

વીવીઆઈપી કાર્યક્રમમાં આવો બનાવ બનવો પ્રત્યક્ષ રીતે પીએમના સુરક્ષા કવચમાં ગાબડું દર્શાવે છે. એસપીજીએ હાલ આ યુવાનને દિલ્હી પોલીસને સોંપ્યો છે.

સલામતીનો પ્રશ્ન
વિજ્ઞાન ભવનનું આ હૉલ તે સ્થળ છે, જ્યાં તેવા પત્રકારો સુ્દ્ધા નથી જઈ શકતાં, જેઓ ડાયરેક્ટ પીએમને કવર કરતાં હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ યુવાન કઈ રીતે અંદર ઘુસ્યો. જો આ યુવાન એક સામાન્ય યુવાન છે, તો આવી વ્યક્તિ અંદર સુધી પહોંચી જાય, તો પીએમના સલામતી કવચ સામે પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે.

English summary
A man stripped down his shirt in front of Prime Minister Manmohan Singh to protest against diesel price and FDI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X