INDIA ડેલિગેશને લાધ્યું સરકાર પર નિશાન, જાણો કોણે શું કહ્યું?
Manipur INDIA Delegation : વિપક્ષ એકતાના નવા ગઠબંધન ઇન્ડિયાના 21 સાંસદોના ડેલિગેશન મણિપુરની મુલાકાત કરીને દિલ્હી પરત પહોંચ્યા છે. મણિપુર હિંસાના પીડિતોને મળ્યા બાદ દિલ્હી પરત ફરીને પ્રતિનિધિમંડળના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મણિપુર પ્રવાસથી પરત ફરતા પહેલા પીપલ્સ અલાયન્સ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યપાલ અનુસુયા ઉઈકેને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આવા સમયે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, આરજેડી સાંસદ મનોજ ઝા અને ટીએમસી સાંસદ સુષ્મિતા દેવે દિલ્હી આવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મણિપુરથી પરત ફર્યા બાદ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકોએ અમારું ત્યાં (મણિપુર) સ્વાગત કર્યું હતું. એનડીએ ગઠબંધન અને વડાપ્રધાન મોદીએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ. આ સાથે જ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આંખો બંધ કરી દીધી છે.
આ સાથે અધીર રંજને પોતાના નિવેદનમાં મણિપુરના મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય ગણાવ્યો અને સંકેત આપ્યો કે ચીનના સૈનિકો સરહદી રાજ્યમાં અશાંતિનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મણિપુરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સરકાર પરિસ્થિતિને સમજી રહી નથી. મ્યાનમાર સાથેની માત્ર 75 KM સરહદ પર વાડ છે, ચીન તેનાથી થોડે દૂર છે. આ ચિંતાજનક સ્થિતિ છે.
આવા સમયે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મણિપુર માટે કોઈ મોટા પગલા નથી લઈ રહ્યા. દિલ્હીમાં અને દેશની બહાર પણ મોટી વસ્તુઓ થઈ રહી છે. લોકોના ઘરોમાં ખોરાક અને દવાઓ નથી. બાળકોને ભણવા માટે કોઈ સુવિધા નથી. કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ જઈ શકતા નથી. બે સમુદાયો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટે કંઈ કરવામાં આવી રહ્યું નથી.
IUML ના સાંસદ ET મોહમ્મદ બશીરે જણાવ્યું હતું કે, ટૂંકમાં અમે જે કહી રહ્યા છીએ તે આ છે - ત્યાંની પરિસ્થિતિ ખરેખર નરક છે. લોકો પીડાઈ રહ્યા છે. અમે અમારા તમામ તારણો એકીકૃત કરીશું અને તેમને સંસદમાં રજૂ કરીશું અને તેમનો ઉપયોગ ચર્ચા માટે કરીશું. અમારી મુલાકાત ફળદાયી રહી અને અમે જમીની વાસ્તવિકતા સમજી શક્યા. અમે રાજ્યપાલને મળ્યા અને તેમને વિગતવાર મેમોરેન્ડમ આપ્યું, અમે અપીલ કરી કે સ્થિતિ સામાન્ય બને.
મણિપુરથી પરત ફર્યા બાદ JDU સાંસદ રાજીવ રંજન (લાલન) સિંહે જણાવ્યું હતું કે, બંને સમુદાયોમાં અસુરક્ષા અને વિશ્વાસનો અભાવ છે. રાજ્ય સરકારે તેને અંકુશમાં લેવા માટે કોઈ પગલું ભર્યું નથી. રાજ્યપાલે જણાવ્યું હતું કે, તે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે તેની શક્તિમાં બધું કરી રહી છે, પરંતુ અમે જાણીએ છીએ કે, રાજ્યપાલ પાસે મર્યાદિત સત્તાઓ છે અને રાજ્ય ચલાવવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે.












Click it and Unblock the Notifications
