Manipur : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ, જાણો શું કહ્યું વિપક્ષે?
Manipur : મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતાના કારણે મુખ્યમંત્રી એન. બીરેન સિંહે રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
બીજેપી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં નિષ્ફળ રહી અને વિધાનસભાનુ સત્ર સમયસર ન બોલાવવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંવિધાનના કલમ 174(1) અનુસાર, રાજ્ય વિધાનસભાઓને તેમની છેલ્લી બેઠકના છ મહિનાની અંદર નવું સત્ર બોલાવવું આવશ્યક છે. મણિપુરમાં છેલ્લું વિધાનસભા સત્ર 12 ઓગસ્ટ 2024ના રોજ મળ્યું હતું અને 12 ફેબ્રુઆરી 2025એ આ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી.
નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થતાં અને વિધાનસભા સત્ર ન બોલાવવામાં આવતા રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.
મણિપુરમાં મે 2023થી જાતીય હિંસા ચાલી રહી છે અને આ હિંસામાં ઘણા લોકોના મૃત્યુ અને હજારો લોકોના સ્થળાંતર થયા છે. આ હિંસા અને રાજકીય દબાણને કારણે મુખ્યમંત્રી બીરેન સિંહે રાજીનામું આપ્યું છે.
કૉંગ્રેસે આ રાજીનામાને ભાજપને બચાવવા માટેનું પગલું ગણાવ્યું, કારણ કે રાજ્યમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી રાજ્યની તમામ વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના અધિન રહેશે, જે રાજ્યપાલ મારફતે કાર્યાન્વિત થશે. આ પગલાનો હેતુ રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો છે.












Click it and Unblock the Notifications
