Manipur: નવા વર્ષે મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, 4 લોકોની કરાઈ હત્યા
Manipur News: નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર મણિપુરમાંથી હિંસાના સમાચાર છે. અહીં ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હિંસાના તાજેતરના મામલા સામે આવ્યા બાદ પાંચ વેલી જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હુમલાખોરો ઓટોમેટિક ગન લઈને આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક લોકો બળજબરીથી વસૂલી કરવા આવ્યા હતા. જો કે આ ઘટનામાં સંડોવાયેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ, પાંચ વેલી જિલ્લા, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ, કકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરીથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં હિંસાની નિંદા કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
લોકોને અપીલ કરતાં, સીએમએ કહ્યું, "હું નિર્દોષ લોકોની હત્યા પર અત્યંત શોક વ્યક્ત કરું છું. અમે ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમો તૈનાત કરી છે. હું હાથ જોડીને લિલોંગના રહેવાસીઓને ગુનેગારોને પકડવામાં મદદ કરવા અપીલ કરું છું. સરકારને મદદ કરો. હું વચન આપું છું કે સરકાર કાયદા હેઠળ ન્યાય આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે."












Click it and Unblock the Notifications
