For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'

1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી.

|
Google Oneindia Gujarati News

1984ના સિખ વિરોધ રમખાણો અંગે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાનો વિવાદ એટલી હદે વધ્યો કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મીડિયા સામે આવીને સફાઈ આપવી પડી. મનીષ સિસોદિયાએ અલકા લાંબા પાસે રાજીનામું માંગવા સમાચારો ફગાવી દીધા અને કહ્યુ કે પાર્ટીએ કોઈની પાસે રાજીનામુ માંગ્યુ નથી. મનીષ સિસોદિયાઓ કહ્યુ કે 1984 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

manish sisodiya

જ્યારે પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કાલના નિવેદનને ફરીથી કહેતા જણાવ્યુ કે જરનૈલ સિંહને સંસદમાં બોલતા પહેલા પ્રસ્તાવની કોપી બધાને આપવામાં આવી હતી. જેમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ નહોતો. સોમનાથ ભારતીએ તે પ્રસ્તાવ પર પેનથી રાજીવ ગાંધી વિશે એક લાઈન લખીને જરનૈલ સિંહને આપી દીધી હતી. તેમણે કહ્યુ કે જો કોઈ સભ્ય પોતાનું એમેન્ડમેન્ટ અલગથી લાવવા ઈચ્છે તો સ્પીકર તેને અવગત કરાવે છે. ભારદ્વાજે કહ્યુ કે સંસદમાં જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેમાં રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો શામેલ નહોતો પરંતુ આ એક સભ્યનો પોતાનો પ્રસ્તાવ હતો. મનીષ સિસોદિયાએ અલકા લાંબાના રાજીનામાના સમાચારોને ફગાવી દેતા કહ્યુ કે પાર્ટીએ તેમની પાસે કે કોઈની પાસે રાજીનામાની માંગ કરી નથી.

રાજીવ ગાંધી પાસે ભારત રત્ન પાછો લેવા પર બોલ્યા સિસોદિયા

મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમે આમાં વિશ્વાસ નથી કરતા કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવો જોઈએ. લોકસભા ચૂંટણી પહેલા સંભવિત ગઠબંધનના સવાલ પર સિસોદિયાએ કહ્યુ કે કોંગ્રેસ સાથે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. કોંગ્રેસ અને ભાજપ બંનેના હાથ લોહીથી ખરડાયેલા છે. આ બંને પક્ષોના હાથ રમખાણોના લોહીથી ખરડાયેલા છે.

English summary
Manish Sisodia on Alka Lamba: No resignation sought and from no one, these are rumours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X