આંગણવાડી વર્કરે પીએમ મોદીને સંભળાવી મૃત બાળકને જીવિત કરવાની ઘટના

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની આશા તેમજ આંગણવાડી વર્કરો સાથે વાત કરી. આ દરમિયાન તેમણે આશા અને આંગણવાડી વર્કરોની પ્રશંસા કરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની આશા તેમજ આંગણવાડી વર્કરો સાથે વાત કરી. આ દરમિયાન તેમણે આશા અને આંગણવાડી વર્કરોની પ્રશંસા કરી છે. પીએમે કહ્યુ કે સરકાર પોષણ અને સ્વાસ્થ્યની ગુણવત્તા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે 2014 બાદ અમે એક રણનીતિ હેઠળ આગળ વધવાનું નક્કી કર્યુ ત્યારબાદ અમને સફળતા મળી. આજે આશા વર્કરોના કારણે મિશન ઈન્દ્રધનુષ જમીન સુધી પહોંચી રહ્યુ છે. આ દરમિયાન પીએમ મોદીની સાથે ઘણી આંગણવાડી વર્કરોએ પોતાના કામના અનુભવો શેર કર્યા. ઝારખંડના આંગણવાડી કાર્યકર્તા મનિતાએ પીએમને જણાવ્યુ કે કેવી રીતે પ્રસવ દરમિયાન ઈમરજન્સી સેવા પ્રદાન કરીને મા અને બાળક બંનેનો જીવ બચાવ્યો. જેને સાંભળીને પીએમ મોદી પર ચોંકી ગયા.

મૃત બાળકને જીવિત કર્યો!

મૃત બાળકને જીવિત કર્યો!

ઝારખંડના સરાયકેલાના ઉર્માલન રહેવાસી આંગણવાડી વર્કર મનીતા દેવીએ પીએમ મોદી સાથે પોતાના ખૂબ જ માર્મિક અનુભવો શેર કર્યા. મનીતિએ જણાવ્યુ કે ઉર્માલ વિસ્તારમાં રહેતી મનીષા દેવી ગર્ભવતી હતી. પ્રસવ પહેલા તે સતત તેની તપાસ કરી રહી હતી. પ્રસવ પહેલા તેણે મનીષાની તપાસ કરી હતી જેમાં બધુ જ સામાન્ય હતુ. 27 જુલાઈ 2018 ના રોજ રાતે બે વાગે મનીષાને પ્રસવ પીડી ઉપડી. મહિલાના પરિવારે મનીતાને આની જાણકારી આપી.

મનીતાએ બાળકને જોવાની જિદ કરી

મનીતાએ બાળકને જોવાની જિદ કરી

જ્યાં સુધી મનીતા મનીષાના ઘરે પહોંચે ત્યાં સુધીમાં તેનો પ્રસવ થઈ ચૂક્યો હતો. પ્રસવ બાદ બાળક રડતુ નહોતુ. પરિવારને લાગ્યુ કે બાળક મૃત પેદા થયુ છે. જ્યારે તે મનીષાના ઘરે પહોંચી તો પરિવારના લોકોએ જણાવ્યુ કે પ્રસવ થઈ ગયુ છે પરંતુ બાળક મૃત પેદા થયુ છે. મનીષાએ બાળકને જોવાની વાત કરી તો ઘરના લોકોએ કહ્યુ કે તુ બાળકને જોઈને શું કરીશ. પરંતુ મનીતાએ બાળકને જોવાની જીદ કરી તો મનીષાના ઘરના લોકો તેને બાળક બતાવવા માટે માની ગયા. મનીષાના ઘરવાળાએ તેને બાળકને આપી દીધુ.

બાળકનું હ્રદય ધડકી રહ્યુ હતુ

બાળકનું હ્રદય ધડકી રહ્યુ હતુ

મનીતાએ જ્યારે બાળકને ખોળામાં લીધુ અને તેના ધબકારા ચેક કર્યા તો તે ચોંકી ગઈ. બાળકનુ હ્રદય ધડકી રહ્યુ હતુ. ત્યારે મનીતાએ જલ્દીથી એક પાઈપની મદદથી બાળકના નાક અને મોઢામાંથી પાણી કાઢ્યુ અને ત્યારબાદ બાળક રડવા લાગ્યુ. મનીતાએ બાળકની મા ને તેને પોતાનું દૂધ પીવડાવવા કહ્યુ. ત્યારબાદ નવજાત અને મા ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ રીતે મનીતાએ એક બાળક અને તેની મા નો જીવ બચાવ્યો. આ ઘટના સાંભળ્યા બાદ પીએમ મોદી આશ્ચર્યચક્તિ થઈ ગયા અને મનીતાની ખૂબ પ્રશંસા કરી.

જે હિંમત ડૉક્ટર બતાવે છે તે હિંમત મનીતાએ બતાવી

પીએમ મોદીએ આ ઘટના સાંભળ્યા બાદ કહ્યુ, ‘દરેક દેશવાસી આ સાંભળી રહ્યો છે. કોઈ કલ્પના કરી શકે છે કે આદિવાસી વિસ્તારમાં જન્મેલી મનીતાએ પોતાની સામાન્ય બુદ્ધિથી બાળકને બચાવી લીધુ. જે હિંમત ડૉક્ટર બતાવે છે તે હિંમત મનીતાએ બતાવી. મનીતાએ જીવન બચાવવાનું કામ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે હું દેશના તે હજારો-લાખો ડૉક્ટરોનો પણ આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છુ જે કોઈ ફી લીધા વિના ગર્ભવતી મહિલાઓની તપાસ કરી રહ્યા છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો એનિમિયાના શિકાર છે. આ બિમારી આયોડિન અને આયર્ન જેવા તત્વોની ઉણપના કારણે થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ વધ્યો છે. રક્ષાબંધનના રક્ષા સૂત્રથી તમે બાળકોને કુપોષણથ બહાર લાવવાનું કામ કરીને જનતાને જોડી રહ્યા છો. તમારા આ પ્રયાસને હું નમન કરુ છુ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X