Manmohan singh funeral : કેવી રીતે થાય છે પુર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર?
Manmohan singh funeral : ભારતના પુર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
જણાવી દઈએ કે, ભારતના પુર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર માટે ખાસ પ્રોટોકોલ છે. આ પ્રોટોકલ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

પૂર્વ વડા પ્રધાનના અંતિમ સંસ્કારમાં વિશેષ રાજ્ય પ્રોટોકોલનું પાલન કરવાનો હેતુ દેશ પ્રત્યેના તેમના યોગદાન અને તેમના પદની ગરિમાનું સન્માન કરવાનો છે.
અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગામાં લપેટવામાં આવે છે. આ સિવાય અંતિમ સંસ્કાર દરમિયાન તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સલામીને સૌથી ઉચ્ચ રાજ્ય સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાનના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ શોક એકથી લઈને સાત દિવસનો હોઈ શકે છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવાય છે. કોઈ સત્તાવાર કાર્યો અથવા મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી.
પૂર્વ વડાપ્રધાનની અંતિમ યાત્રા દરમિયાન સુરક્ષા અને પ્રોટોકોલનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે. તેમની અંતિમ યાત્રામાં સામાન્ય લોકોથી લઈને મહાનુભાવો અને રાજનેતાઓ ભાગ લે છે. આ ઉપરાંત લશ્કરી બેન્ડ અને સશસ્ત્ર દળોના જવાનો પણ અંતિમ યાત્રામાં ભાગ લે છે અને પરંપરાગત માર્ચ કરે છે.
આ સિવાય પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવે છે. જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં કરવામાં આવ્યા છે.
આ સિવાય ઘણા પૂર્વ વડાપ્રધાનો માટે અલગ સમાધિ પણ બનાવવામાં આવી છે. સામાન્ય રીતે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ પ્રક્રિયા સંબંધિત વ્યક્તિના ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે.
અંતિમ સંસ્કારમાં દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે છે. આ સિવાય અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ અથવા તેમના પ્રતિનિધિઓ પણ શ્રદ્ધાંજલિ આપવા આવી શકે છે.












Click it and Unblock the Notifications
