For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન અર્થશાસ્ત્રી નહિં, અનર્થશાસ્ત્રી છે - રામદેવ

|
Google Oneindia Gujarati News

Ramdev-Manmohan
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનું રણશિંગુ ફૂંકનાર બાબા રામદેવે પણ વડાપ્રધાન મનમોહન સિંહ વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે મનમોહન સિંહ અર્થશાસ્ત્રી નહિં, પણ અનર્થશાસ્ત્રી છે.

યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા વડાપ્રધાનના એ નિવેદન ઉપર આવી છે, જેમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં.

બાબાએ જણાવ્યુ હતું કે કેન્દ્રની ખોટી નીતિઓનો ખામિયાજો સામાન્ય પ્રજાએ ભોગવવો પડી રહ્યો છે અને તેના માટે જવાબદાર છે માત્ર વડાપ્રધાન. જો તેઓ સાચા અર્થમાં અર્થશાસ્ત્રીય હોય, તો દેશ માટે બહેતર આર્થિક રણનીતિ કેમ નથી ઘડતાં?

હરિદ્વાર ખાતે એક પત્રકાર પરિષદમાં બાબા રામદેવે અહીં પણ કાળા નાળાંનો મુદ્દો ઉમેર્યો અને જણાવ્યું કે જ્યાં સુધી કાળુ નાણું પરત નહીં આવે, ત્યાં સુધી દેશના અર્થતંત્રમાં સુધારો થશે નહીં. તે બગડેલું જ રહેશે.

આ ઉપરાંત બાબાએ એમ પણ જણાવ્યું કે યુપીએ સરકારે ડીઝલના ભાવ વધારી મોંઘવારીનો ભાર અનેક ગણો વધારી દીધો છે. જેના હેઠળ પ્રજા પિસાતી જાય છે. બાબાએ જણાવ્યું કે યુપીએ સરકાર દેશને વિદેશી કંપનીઓના હાથે વેચવાની તૈયારી કરી રહી છે.

English summary
Yoga Guru Baba Ramdev has slammed Prime Minister Manmohan Singh for bad strategy over FDI. Ramdev allegedly said that UPA is planing to sell out whole country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X