મનમોહન સિંહે નવાઝ શરીફનું આમંત્રણ ઠુકરાવ્યું : સૂત્રો

એક ભારતીય ચેનલ સાથે વાતચીતમાં શરીફે કહ્યું હતું કે અમારે 1999થી પોતાની યાત્રા ફરી શરૂ કરવી પડશે. ભારત મને આમંત્રિત કરે કે નહીં પરંતુ હું ત્યા જરૂર જઇશ. શરીફના આ નિવેદન બાદ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચૂંટણીમાં મોટી જીત માટે નવાઝ શરીફને શુભેચ્છા આપી હતી અને તેમને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું.
મનમોહન સિંહે પોતાના ભાષણમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો પ્રત્યે આપની સાર્વજનિક પ્રતિબદ્ધતાનું ભારતી જનતા સ્વાગત કરે છે. આ સંબંધ શાંતિ, સહયોગ અને મિત્રતાનો છે. હું આપના અને આપની સરકારની સાથે કાર્ય કરવાની ઇચ્છા રાખું છું. જ્યારે ભાજપા નેતા બલબીર પૂંજએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાહ જોવી જોઇએ.












Click it and Unblock the Notifications
