For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર પાસે આટલી જલદી ચમત્કારની આશા ન કરો: પર્રિકર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manohar-parrikar
પણજી, 29 જૂન: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું કહેવું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પાસે કાર્યકાળ શરૂ થતાં જ ચમત્કારની આશા ન કરવી જોઇએ. મનોહર પર્રિકરે શનિવારે સાંજે પણજીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું 'ઘણા લોકો મને પૂછે છે, સારા દિવસો આવવાના હતા, આવી ગયા શું? હું કહું છું, નહી. આવ્યા નથી, આવી રહ્યાં છે.

ગોવા વાણિજ્ય અને ઉદ્યોગ ચેમ્બર (જીસીસીઆઇ)ની વાર્ષિક બેઠકમાં વેપારીઓને સંબોધિત કરતાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું, 'કેટલીક એવી વસ્તુઓ છે જે આવી રહી છે. સરકારનો કાર્યકાળ શરૂ થતાં જ ચમત્કારની આશા ન કરે.' તેમણે આગળ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર હવે મળીને કામ કરી શકે છે, કારણ કે તે સમાન વિચારસણીના આધાર પર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનની સાથે આકરા પગલાં ભરવાની ચર્ચા કરી.

મનોહર પર્રિકરે કહ્યું, 'ગત કેટલાક સમયમાં કેન્દ્રની વિચારસણી અલગ થઇ ગઇ અને નિષ્પાદન સીમિત થઇ ગયું હતું. જ્યારે મોદીજી ગોવા આવ્યા ત્યારે તેમણે મને પૂછ્યું કે હું કયા-કયા મુદ્દા પર ભાર મૂકી રહ્યો છું. મેં તેમણે મંદોવી નદી પુલના વિશે જણાવ્યું, પરંતુ મેં વિશેષ દરજ્જા વિશે ચર્ચા ન કરી.'

મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે આ કારણે મીડિયાએ બીજા જ દિવસે તેમની ટીકા કરી. મનોહર પાર્રિકરે કહ્યું, 'વિશેષ દરજ્જો 4 થી 5 મહિનામાં મળી જશે. હું પહેલાં દિવસથી જ વહિવટી તંત્ર પર ભાર નાખવા માંગતો નથી.

English summary
Goa Chief Minister Manohar Parrikar has said people should not expect miracles from the Narendra Modi-led government at the beginning of its tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X