મનોજ સિન્હાએ આપ્યો પાકિસ્તાનને કડક સંદેશ, કહી આ મોટી વાત
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદના મુદ્દે પાડોશી દેશ અને આતંકવાદના હબને પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદના મુદ્દે પાડોશી દેશ અને આતંકવાદના હબને પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે.

8 ડિસેમ્બરના રોજ જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમમાં મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સારો અને ખરાબ આતંકવાદ હોય જ ન શકે અને સમય આવી ગયો છે કે, તે દેશોને અલગ કરવામાં આવે, જે આતંકવાદનો ઉપયોગ રાજ્યની નીતિ તરીકે કરી રહ્યા છે. આતંકવાદ માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે અને તેને ખતમ કરવાનો સમય આવી ગયો છે.
કાશ્મીરના વિકાસ માટે શાંતિ સ્થાપવી જરૂરી છે - સિન્હા
ઉલ્લેખનીય છે કે, મનોજ સિન્હા જમ્મુમાં આયોજિત ડોગરા સદર સભા દ્વારા આયોજિત સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ કોન્ફરન્સની અધ્યક્ષતા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કરી હતી.
મનોજ સિન્હાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સમયે આપણી પાસે સમાજમાં વિવિધ સમસ્યાઓ અને પડકારો છે અને તેનો ઉકેલ પ્રેમ અને ભાઈચારામાં જ રહેલો છે. એક વિશ્વ, એક હૃદય, એક માનવતા નો વિચાર આજ અને આવતીકાલના પડકારોનો સામનો કરી શકે છે, જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ માટે પહેલા શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
