For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ ટ્રેન પર 100થી વધુ નક્સલીનો હુમલો, 3ના મોત

By Super
|
Google Oneindia Gujarati News

bihar
પટના, 13 જૂનઃ બિહારમાં પટના-ધનબાદ ઇન્ટરસિટી પર નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ હુમલો 100થી વધુ નક્સલીઓએ કર્યો છે અને ટ્રેનમાં બે હજારથી વધુ મુસાફરો ફસાયા છે. બનાવની જાણ થતાં જ સીઆરપીએફ જવાનોની બે ટૂકડીને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ હુમલો જમુઇ રેલવે સ્ટેશનથી થોડેક દુર આવેલા કુન્દ્રા હાલ્ટ પાસે કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર પટનાથી ધનબાદ જઇ રહેલી ઇન્ટરસિટી પર આજે બપોરના સમયે 100થી વધારે નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ટ્રેન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફ સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રેનના ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, ઉપરાંત બે રેલવે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ટ્રેનમાં તેનાત આરપીએફના જવાનો પાસેથી નક્સલીઓએ હથિયાર છીનવી લીધા છે.

ટ્રેન પર હુમલો થયો હોવાની જાણકારી ટ્રેનના એક બાથરૂમમાંથી આપવામાં આવી છે. નક્સલીઓના નિશાના પર માત્ર આરપીએફ જવાનો અને તેમના હથિયાર છે. ટ્રેનને નક્સલીઓના ચુંગલમાંથી છોડાવી લેવામાં આવી છે અને સ્થિતિ કાબુમાં આવી ગઇ હોવાના અહેવાલ પણ મળ્યા છે, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમુઇ સ્ટેશન પર ટ્રેન વ્યવહારને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

English summary
Maoists attack Dhanbad Patna Intercity Express in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X