નક્સલીઓને વહમા પડશે કર્મા પર ચાકુઓના 78 વાર
(નવીન નિગમ)નક્સલીઓએ ગત શનિવારે કોંગ્રેસી નેતા અને સલવા જુડૂમના સંસ્થાપક મહેન્દ્ર કર્માને ક્રુરતાપુર્વક હત્યા કરી નાખી હતી. તેમના શરીર પર ચાકુના અંદાજે 78 વાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મોતનું તાંડવ અને છત્તીસગઢની ભાજપ સરકારને ધમકી. નક્સલીનું આ દુસ્સાહસ હવે તેમને વહમુ પડવાનું છે. કારણ કે, નક્સલી આજસુધી સરકારની કોઇ સર્વસામાન્ય નીતિ નહીં હોવાના કારણે સરકાર વિરુદ્ધના અભિયાનમાં સફળ થતા હતા, પરંતુ રાજ્યોમાં નક્સલી ફેલાયેલા હોય છે, તેમણે ભાજપ અથવા કોંગ્રેસની જ સરકાર છે.
એક સાથે બન્ને તરફથી બંદૂક તાણી દેવાથી નક્સલી હવે બન્નેના નિશાના પર આવી ગયા છે. નહીં તો નક્સલ પ્રભાવિત રાજ્યમાં જે પાર્ટીની સરકાર હોય છે, તે એમ વિચારીને તેમને આગળ વધીને ગળે લગાવવાનો પ્રયત્ન કરે છે કે તે હંમેશા આપણી પાર્ટીના વોટ બેન્ક બની જશે, જેના કારણે રાજ્ય સરકારે હંમેશા કેન્દ્ર સરકારની કઠોળ નીતિઓને કારગર ઢંગથી લાગૂ નહીં હોવા દેવાની હતી.
હજુ તો સમાચાર સૂત્રોના હવાલાથી મળી રહ્યાં છે કે, સરકાર બે વર્ષ પહેલા બનેલી નરેશ ચંદ્રા સમિતિની ભલામણો પર વિચાર કરવા જઇ રહી છે. સમિતિએ સરકારને માઓવાદીઓને પરોક્ષ વાર્તાનો માર્ગ ખોલવાને લઇને પ્રભાવિત વિસ્તારોમાં સેન્ય હાજરી વધારવા સુધીની ભલામણો કરી હતી. અંદાજે એક વર્ષના ગહન અધ્યયન અને વિભિન્ન વિભાગોના વિચાર વિમર્શ બાદ તૈયાર કરવામાં આવેલી ભલામણો પર સરકારે અત્યારસુધી કોઇ મજબૂત ડગલું ઉઠાવ્યું નથી, પરંતુ હવે સરકાર આ સમિતિની ભલામણો પર ધ્યાન આપી રહી છે.
શું છે સમિતિની ભલામણો

સેના ઉતારવાનો વિરોધ
સમિતિએ નક્સલીઓ સામે મુકાબલો કરવા માટે સીધી સેના ઉતારવાનો વિરોધ કર્યો છે, પરંતુ નક્સલી વિસ્તારમાં સેન્ય પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરી ફૌજી ઉપસ્થિત વધારવાનું જરૂરી ગણાવ્યું છે.

જમ્મૂ-કાશ્મિરમાં લગાવ્યો હતો કેમ્પ
સેનાના પ્રશિક્ષણ કેમ્પ રિપોર્ટ અનુસાર નક્સલી વિસ્તારમાં પ્રશિક્ષણના બહાને સેનાની ઉપસ્થિતિ સ્થાનિક લોકોમાં સુરક્ષાનો ભરોસો વધારાશે. સેનાની ચિકિત્સા કેમ્પ જેવી સુવિધાઓ કારગર સાબિત થશે.

જમ્મૂ કાશ્મિરમાં લગાવ્યો હતો
જમ્મૂ-કાશ્મિરમાં પણ સેનાએ આતંકને દબાવવા માટે પહેાલ પ્રશિક્ષણ શિબિર જ ખોલી હતી, જે ઘણી કારગર સાબિત થઇ.

જનજાતિય વિસ્તારોમાં જન અદાલતો
જનજાતિય વિસ્તારોમાં નક્સલી જન અદાલતોની પીઠ તોડવા માટે ન્યાયતંત્રમાં સુધારાની પણ ભલામણ કરી છે. તેમના અનુસાર નક્સલી પ્રભાવિત વિસ્તારમાં મોબાઇલ અને ફાસ્ટ ટ્રેક અદાલતોની સુવિધાની જરૂર છે.

પોલીસ મથકોનું આધુનિકરણ
સમિતિએ જાસૂસી તંત્રમાં સુધારો અને પોલીસ મથકોનું આધુનિકરણના પણ ઘણા ઉપયો સુચવ્યા છે. સમિતિની ભલામણોમાં નક્સલીઓએ સીધી વાતચીતની પેરવી તો નથી કરી, પરંતુ જાસૂસી એજન્સીની મદદથી પડદા પાછળ નક્સલી નેતૃત્વથી ચર્ચાની સંભાવનાઓ શોધવાની વકાલત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
