Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મરાઠા આંદોલન ઉગ્ર બન્યું, ઔરંગાબાદમાં ટ્રક સળગાવી

પોતાની માંગોને લઈને મરાઠા ક્રાંતિકારી મોરચા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોતાની માંગોને લઈને એક વ્યકતિએ ગોદાવરી નદીમાં કૂદીને પોતાનો જીવ પણ આપી દીધો.

પોતાની માંગોને લઈને મરાઠા ક્રાંતિકારી મોરચા છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોતાની માંગોને લઈને એક વ્યકતિએ ગોદાવરી નદીમાં કૂદીને પોતાનો જીવ પણ આપી દીધો. યુવકની મૌત પછી મરાઠા આંદોલન પ્રદર્શન વધારે ઉગ્ર બની ચૂક્યું છે. આ પહેલા મહારાષ્ટ્રમાં દર વર્ષે થઇ રહેલી ધાર્મિક યાત્રા વારીને લઈને મરાઠા સંગઠન ઘ્વારા સીએમ ફડણવીસને કાર્યક્રમમાં અડચણ પેદા કરવાની ધમકી પણ આપી હતી. જ્યારપછી મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું હતું. મરાઠા નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આખા રાજ્યમાં બંધ બોલાવ્યો છે.

maratha kranti morcha

Jul 24, 2018, 3:52 pm IST

ગૃહ રાજ્યમંત્રી દિપક કેસરકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આંદોલનકારીઓ શાંતિવ્યવસ્થા જાળવી રાખે, 15 લાખ શ્રદ્ધાળુઓને પરેશાની ના થાય તેનું ધ્યાન રાખે
Jul 24, 2018, 2:35 pm IST

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ઘ્વારા પણ મરાઠાઓની માંગનું સમર્થન કરવામાં આવ્યું.
Jul 24, 2018, 2:33 pm IST

ઔરંગાબાદના ગંગાપુરમાં આંદોલનકારીઓએ ટ્રકને આગ લગાવી. રસ્તા પર હજારોની સંખ્યામાં મરાઠા ક્રાંતિ મોરચાના સદસ્યો ઉમટી પડ્યા.
Jul 24, 2018, 2:28 pm IST

પરભણીમાં પ્રદર્શનકારીઓએ સરકારી બસોને આગ લગાવી. બસમાં આગ લગાવવાને કારણે ઘણા યાત્રીઓ ઘાયલ. ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
Jul 24, 2018, 2:27 pm IST

સરકારી નોકરીઓ અને ભણતરમાં મરાઠા સમુદાય માટે આરક્ષણને લઈને આંદોલન ચાલુ. 2 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
Jul 24, 2018, 2:25 pm IST

મહારાષ્ટ્ર બંધનો અસર દેખાયો, મરાઠાવાડ વિસ્તારના સ્કૂલ અને કોલેજો બંધ. ઔરંગાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી.
Jul 24, 2018, 2:24 pm IST

ઔરંગાબાદ: સ્થાનીય લોકોએ જળ સમાધિ આંદોલન દરમિયાન ગોદાવરી નદીમાં ડૂબનાર યુવકના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આવેલા શિવસેના સાંસદ ચંદ્રકાન્ત ખેરેના કાફલા પર હુમલો કર્યો.
Jul 24, 2018, 2:22 pm IST

આંદોલનને લઈને મરાઠા ક્રાંતિ મોરચાના સદસ્યો ઘ્વારા પોતાના માથાનું મુંડન કરાવવામાં આવ્યું. આરક્ષણની માંગને લઈને થયેલું પ્રદર્શન આખા મહારાષ્ટ્રમાં ફેલાયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X