For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા અનામતઃ પ્રદર્શનકારીઓનું આજે જેલ ભરો આંદોલન, કેસ પાછા ન લેવાથી નારાજ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ અંગે આજે તમામ પ્રદર્શનકારીઓ જેલ ભરો આંદોલનની શરૂઆત કરશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ અંગે આજે તમામ પ્રદર્શનકારીઓ જેલ ભરો આંદોલનની શરૂઆત કરશે. જેલ ભરો આંદોલનથી પહેલા મુંબઈના આઝાદ મેદાનમાં લોકો પ્રદર્શન કરશે અને ત્યારબાદ જેલ ભરો આંદોલનમાં ભાગ લેશે. આ બાબતે મરાઠા ક્રાંતિ મોરચા તરફથી એક પ્રેસ રિલીઝ પણ જારી કરવામાં આવી છે જેમાં આ પ્રદર્શન વિશે જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે મરાઠાઓએ એ વાતનો નિર્ણય કર્યો છે કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે પ્રદર્શન કરશે.

maratha

મરાઠા મુક્તિ મોરચાએ જે પ્રેસ રિલીઝ જારી કરી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે તે મુખ્યમંત્રી ફડણવીસ સામે પ્રદર્શન કરશે. આજનું પ્રદર્શન મરાઠા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે થયેલા કેસ પાછા નહિ ખેંચવા માટે છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે પ્રદર્શન ખતમ થયા બાદ પ્રદર્શનકારીઓ સામે થયેલ કેસ પાછા લેવામાં આવશે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમા મરાઠા અનામતની માંગ અંગે ચાલી રહેલ પ્રદર્શન દરમિયાન બે યુવકોએ આત્મહત્યા કરી હતી અને તમામ સરકારી સંપત્તિને ઘણુ નુકશાન પહોંચાડ્યુ હતુ. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ સરકારી વાહનો, બસો વગેરેને આગના હવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર ઠેર પોલિસને આ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. નાંદેડમાં એક યુવકે આ પ્રદર્શન દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત ઔરંગાબાદમાં પણ એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

English summary
marathas to carry jail bharo andolan from today 1st august
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X