ભારતભર ના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લાલુ યાદવનું ફેસબુક એકાઉન્ટ હેક, પોસ્ટ થઇ અશ્લીલ વસ્તુઓ

લાલુ યાદવનું ફેસબુક એકાઉન્ટ હેક, પોસ્ટ થઇ અશ્લીલ વસ્તુઓ

આરજેડી સુપ્રીમો લાલુ યાદવના ફેસબુક એકાઉન્ટથી અનેક નેતાઓ વિશે આપત્તીજનક સામગ્રી અપલોડ થયા બાદ તપાસ કરતા ખબર પડી કે લાલુ યાદવનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. જે વાતની જાણકારી લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે આપી. જે બાદ અજ્ઞાત સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ઇસનપુરના કોર્પોરેટર વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર

અમદાવાદમાં ઇસનપુરના કોર્પોરેટર વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ભાજપના કાર્પોરેટેર પુલકિત વ્યાસની કંટાળીને ઈસનપુર નાગરિક હિતરક્ષક સમિતિ દ્વારા આજે સવારે તેના વિરૂદ્ધ પોસ્ટર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. ગબ્બર ગો બેકના પોસ્ટરમાં સત્તાના નશામાં ચૂર અને પોતાને ગબ્બર કહેતા ઈસનપુરના ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર રાજીનામાની માંગ કરાઇ હતી. નોંધનીય છે કે પુલકિત વ્યાસે જાહેરમાં ગાળાગાળી કરીને ધમાલ કરી હોવાની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

રાજકોટ રાજમોતી મિલ કેસ: માલિક સમીર શાહ વોન્ટેડ

રાજકોટ રાજમોતી મિલ કેસ: માલિક સમીર શાહ વોન્ટેડ

રાજકોટમાં રાજમોતી ઓઈલ મિલના મેનેજરની હત્યા મામલે પોલીસે ઓઈલ મીલના માલિક સમીર શાહને વોન્ટેડ જાહેર કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં આ મિલના માલિક સમીર શાહ ઉપરાંત જમાદાર યોગેશ ભટ્ટ અને ચોકીદાર ચૂડાસમા પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં મીલ માલિકનું નામ બહાર આવતા અને પૂછપરછ દરમિયાર પોલિસકર્મીની પટાઇ કરવામાં આવતા તેના પર કડક પગલાં લેવાયા છે.

નકલી પોલીસના નામે ભાજપ અગ્રણીઓથી ઠગાઇ કરતી ટોળકી પકડાઈ

નકલી પોલીસના નામે ભાજપ અગ્રણીઓથી ઠગાઇ કરતી ટોળકી પકડાઈ

દાહોદ જિલ્લા સહિત ગુજરાતના મોટા ભાગોમાં નકલી પોલીસના નામે ગુજરાત ના અનેક લોકો ખાસ કરીને ભાજપના અગ્રણીઓ પાસેથી નાણા ઉઘરવાતી ઢગ ટોળકીને દાહોદથી ઝડપવામાં આવી હતી. લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ઠગ ટોળકી ના પાંચ સભ્યોને દાહોદ L.C.B પોલીસે ઝડપી પાડ્યા હતા દાહોદ ભાજપનાં અગ્રણી ગોપી દેસાઈ દ્વારા પોલીસ મથકમાં રૂપિયા 1 લાખ 60 હજાર ની ઠગાઈ વાત સામે આવતા પોલિસે આ તમામ ઇસમોને પકડી પાડ્યા છે. જોકે પોલીસ એ મૂંઝવણમાં જરૂર છે કે આ ટોળકી માત્ર ભાજપના લોકોને કેમ નિશાન બનાવતી હતી?

ગુજરાત વિધાનસભામાં નર્મદા પર શક્તિસિંહે કરી સરકરાને ટકોર

ગુજરાત વિધાનસભામાં નર્મદા પર શક્તિસિંહે કરી સરકરાને ટકોર

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે નર્મદા યોજનાની સબ કેનાલ મુદ્દે ભાજપ સરકારની ટીકા કરીને ટકોર કરી હતી કે ભાજપને તેના 22 વર્ષના શાસનમાં માત્ર 10,444 કિલોમીટર કેનાલનું જ કામ પૂર્ણ કર્યું. છે અને હજું સબ કેનાલનું ઘણું કામ બાકી છે. તેમજ તેમણે રાજ્ય સરકારને ચાબખા મારતા કહ્યું હતું કે ગતિશીલ ગુજરાતની સરકાર નર્મદા યોજના મામલે કેટલી ગંભીર છે તે જોવા મળી રહ્યું છે.

વધુ એક મોતિયાના ઓપરેશન બાદ 4 દર્દીઓની આંખમાં ખામીની ફરિયાદ

વધુ એક મોતિયાના ઓપરેશન બાદ 4 દર્દીઓની આંખમાં ખામીની ફરિયાદ

શહેરની પ્રખ્યાત અને મહાનગર પાલિકા સંચાલિત એલ.જી હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ ઓપરેશનમાં ખામીની 4 દર્દીઓએ ફરિયાદ કરી હતી. દર્દીઓની આંખમાં ઈન્ફેક્શન થતા તેઓએ દ્રષ્ટીમાં ખામી અનુભવી હતી. હાલ આ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદની નગરી હોસ્પિટલમાં 15 દર્દીઓએ ઓપરેશન તથા આંખની તપાસ બાદ ન દેખાતું હોવાની ફરિયાદ કરી હતી નગરી હોસ્પિટલમાં એવાસ્ટિન દવાથી 15 દર્દીઓને દ્રષ્ટિ ગુમાવી હતી.

હોળી પહેલા દાહોદના ઢોલમેળાએ કરી ભાતીગળ જમાવટ

હોળી પહેલા દાહોદના ઢોલમેળાએ કરી ભાતીગળ જમાવટ

દાહોદમાં દર વર્ષે હોળી અગાઉ ઢોલમેળાનું આયોજન થતું હોય છે આ વખતે સતત આઠમા વર્ષે પણ આ મેળો સ્થાનિક તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ગુજરાતની સરહજ સાથે જોડેલા લોકોમાં રંગ જમાવી રહ્યો છે.આ ઢોલ મેળામાં આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી હતી. આદિવાસી સમાજમાં ઢોલનું અનેરું મહત્વ છે. આ મેળામાં વિવિધ ગામોમાંથી ઉમટી પડેલા ઢોલીઓએ ચોક્કસ થાપ અને લય દ્વારા ઢોલથી નૃત્યમય વાતાવરણ સર્જી દીધું હતું.

મેમાના દંડમાં વધારો ઝીંકાતા મહેસાણાના રિક્ષા ચાલકોનો વિરોધ

મેમાના દંડમાં વધારો ઝીંકાતા મહેસાણાના રિક્ષા ચાલકોનો વિરોધ

મહેસાણા ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના રીક્ષા એસોસિયેશનની એક બેઠક મળી હતી. જેમાં રીક્ષાના મેમાના દંડના વધારાના પરિપત્ર અંગે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેમણે કહ્યું હતું જો આ દસ ગણો દંડ ઘટાડવામાં નહીં આવે તો આગામી સમયમાં દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાના તેમજ રેલી કાઢવાના અને ગાંધીનગરમાં ધરણા કરવાના કાર્યક્રમો રીક્ષા એશોશીએશન દ્વારા કરવામાં આવશે.

જામનગરમાં માતાએ સગીર દીકરીને દેહવેપારમાં નાખી

જામનગરમાં માતાએ સગીર દીકરીને દેહવેપારમાં નાખી

જામનગરમાં 15 વર્ષની કિશોરીને પાછલા એક વર્ષથી માતા દ્વારા જ પૈસાની લાલચમાં નરાધમોના હવાલે કરી કરવામાં આવતી હતી. પાછલા એક વર્ષથી બળાત્કારનો ભોગ બનતી આ છોકરીએ છેવટે પોલિસ ફરિયાદ કરી તેની માતા અને અન્ય આઠ ઇસમો સામે અટક કરાવી ત્યારે આ વાત બહાર આવી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે પીડિતાની માતા, દશરથસિંહ ઉર્ફે દશુભા, મુસ્કાન, ધરારનગર વિસ્તારમાં રહેતા બશીર બાપુ, ભાવેશ નટવરલાલ સયાણી અને બશીરબાપુના મિત્રની ધરપકડ કરી છે. જયારે ભૂરો અને કિરણ નામના શખ્સોની હાલ શોધખોળ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X