• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપનામાં પણ કોઇનું અહિત ન ઇચ્છુ: નારાયણ સાંઇ

By desk
|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જનતા રેડ કરનારો પર બુટલેગરો કર્યો જીવલેણ હુમલો

જનતા રેડ કરનારો પર બુટલેગરો કર્યો જીવલેણ હુમલો

ઠાકોર સેના દ્વારા સરકારને આપેલા અલ્ટીમેટનના પૂરા થતા ઠાકોર સમાજ દ્વારા ગુજરાત ભરમાં ઠેર ઠેર દારૂઓના ઠેકાણા પર જનતા રેડ પાડવામાં આવી હતી. જેમાં શનિવારે ઠાકોર સમાજના યુવકો દ્વારા સિદ્ધપુર ખાતે જનતા રેડ કરવા જતા બુટલેગરોએ જનતા રેડ કરવા ગયેલા યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડઃ 9 કોંગ્રેસી ધારાસભ્યોનો કોંગ્રેસ સામે જ બળવો

ઉત્તરાખંડઃ 9 કોંગ્રેસી ધારાસભ્યોનો કોંગ્રેસ સામે જ બળવો

વિધાનસબામાં બજેટ પર મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના 9 ધઘારાસભ્યોએ પોતાની જ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. ઉપરાંત ધારાસભ્યોએ ધાંધલ મચાવતાં સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 28 માર્ચ સુધી સ્થગિત કરી દીધી.

આનંદી હોસ્પિટલની બેદરકારીના લીધે દર્દીનું મોત

આનંદી હોસ્પિટલની બેદરકારીના લીધે દર્દીનું મોત

અમદાવાદની આનંદી હોસ્પિટલમાં એક વ્યક્તિ મસાના ઓપરેશન કરાવવા માટે આવેલ હતો.તબીબને સલાહ લીધા વગર જ દર્દીને ઇંજેક્શન આપી દેવાથી દર્દીનું મોત થયું હતું. વળી કુટુંબજનોએ આક્ષેપ કર્યો કે દર્દીના કેસની ફાઇલ માગતા ડૉક્ટર અજય ગઢવીએ મારામારી કરી હતી.

જાટ આંદોલનઃ સરકારને 31મી સુધી રાહત

જાટ આંદોલનઃ સરકારને 31મી સુધી રાહત

જાટ અનામત બિલ લાવવા માટે હરિયાણા સરકારને જાટ નેતાઓએ હવે 31મી માર્ચ સુધીનો સમય આપ્યો. શુક્રવારે મળેલી બેઠકમાં કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યો છે. જાટ નેતાઓએ તેમને પછાત વર્ગોના નેજા હેઠળ અનામત આપવામાં આવે તો પણ વાંધો નથી.

સપનામાં પણ કોઇનું અહિત ન ઇચ્છુ: નારાયણ સાંઇ

સપનામાં પણ કોઇનું અહિત ન ઇચ્છુ: નારાયણ સાંઇ

ગતરોજ એટીએસ દ્વારા આસારામના શાર્પ શૂટર્સને ઝડપી પાડવામાં આવ્યા હતો. ત્યારે નારાયણ સાંઇએ કહ્યું કે "મન, કર્મ, વચનથી પણ હું આવું ના કરી શકું" નોંધનીય છે કે આવનારા સમયમાં સાંઇને સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવશે. ત્યારે સાંઇએ કહ્યું કે શાર્પ શૂટર્સ સાથે તેને કાંઇ લેવા દેવા નથી

ગૌરક્ષકોએ વલસાડ બંધનું એલાન કર્યું

ગૌરક્ષકોએ વલસાડ બંધનું એલાન કર્યું

ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માગણીના સમર્થનમાં 8 ગૌપ્રેમીઓએ ઝેર ગટગટાવ્યું હતું. જેને પગલે એક ગૌપ્રેમીનું મોત થયું છે. ત્યારે શનિવારે વલસાડ ઝડબેસલાક બંધ કરી દેવામાં આવ્યું છે.

સ્વાયત્ત સંસ્થાઓ પર લગામ લગાવાશે

સ્વાયત્ત સંસ્થાઓ પર લગામ લગાવાશે

જેએનયૂ જેવી માથાનો દુખાવો બનેલી સંસ્થાઓ પર અંકુશ મુકવામાં આવશે.આ માટે કેન્દ્ર સરકાર બે કમિટીની રચના કરશે. સંસ્થા તેની રચનાના હેતુઓને વળગી રહે તે બાબતે પણ ધ્યાન રાખવામાં આવશે.

બુટલેગર અજીત ખસીયાની ધરપકડ કરાઇ

બુટલેગર અજીત ખસીયાની ધરપકડ કરાઇ

ભાવનગર જિલ્લામાં વિદેશી દારૂનો કાળો કારોબાર કરતો અજીત ઝડપાયો. દાઠા પોલીસે અજીતને આખલોલ જકાતનાકા પાસે દબોચી લીધો છે. 15 દિવસ પહેલાં પોલીસે દારૂ ભરેલી સ્વીફ્ટ અટકાવી અજીત સામે ગુનો નોંધ્યો હતો.

ગૌમાતાના નામે ગૃહમાં હોબાળો

ગૌમાતાના નામે ગૃહમાં હોબાળો

ગૌરક્ષકોએ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માગ કરી છે.8 વ્યક્તિઓની આત્મહત્યાના પ્રયાસ બાદ સમગ્ર વાતાવરણ ગરમાયું છે. આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે શાસક પક્ષ પર આરોપો લગાવી ગૃહત્યાગ કર્યો હતો. અને શાસક પક્ષને બીફ ખાનારા અને ગાયના નામે વોટ મેળવનારા કહ્યા હતા.

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ નહીં કરો તો દંડ થશે

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ નહીં કરો તો દંડ થશે

પર્યાવરણ મંત્રાલયના નવા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 મુજબ કચરાનો નિકાલ નહી કરો તો દંડ થશે. કોઇ પણ કાર્યક્રમ બાદ પ્લાસ્ટિકના કચરા માટે સંચાલકોને જવાબદાર માનવામાં આવશે. પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યા મુજબ દરરોજ 15000 ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે.

જેએનયૂઃ અનુપમ ખેરે વિદ્યાર્થીઓને સંભળાવી દીધું

જેએનયૂઃ અનુપમ ખેરે વિદ્યાર્થીઓને સંભળાવી દીધું

અનુપમ ખેરે કહ્યું કે જે લોકો જામીન પર છે તેઓને કેટલાક વિદ્યાર્થીઓ હિરો બનાવી રહ્યાં છે. આઝાદીના નારા લગાવનારાઓએ ગરીબીથી આઝાદી મેળવવા શું કર્યું? તેવો વેધક સવાલ અનુપમ ખેર વિદ્યાર્થીઓને પૂછ્યો હતો. વધુમાં અનુપમે વિદ્યાર્થીઓને દેશ વિરોધી રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી.

ભારત-પાક. મેચ પર કાળાં વાદળ છવાયાં

ભારત-પાક. મેચ પર કાળાં વાદળ છવાયાં

આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર ભારત અને પાક વચ્ચે ટી-20 મેચ રમાનાર છે.જો કે મેચ અગાઉ જ અહ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મેચ પર પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે.

જેલમાં ખાવામાં કીડા હતા પણ પ્રોટીન સમજી ખાઇ લેતો: સંજય દત્ત

જેલમાં ખાવામાં કીડા હતા પણ પ્રોટીન સમજી ખાઇ લેતો: સંજય દત્ત

આખરે જેલમાંથી છૂટ્યા બાદ સંજય દત્તે પહેલી વખત પોતાની વેદના વ્યક્ત કરી.મીડિયા કોન્કલેવમાં હાજર રહેલા સંજય દત્તે પર્સનલ લાઇફથી જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. જેલમાં સંજય દત્તે એક વર્ષ સુધી ચણાની દાળ જ ખાધી હોવાનું જણાવ્યું. વધુમાં સંજયે કહ્યું કે જેલના ખાવામાં કિડા હતા પણ તે તેને પ્રોટીન સમજીને ખાઇ લેતો.

વલસાડ પાસે લક્ઝરી બસ ખબકતા 5ને ઇજા

વલસાડ પાસે લક્ઝરી બસ ખબકતા 5ને ઇજા

વલસાડની વાંકી નદી પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એક લક્ઝરી બસ વાંકી નદીમાં ખાબકી પડતા 5 મુસાફરોને ઇજા થઈ હતી. આ સ્લીપર કોચમાં 45 મુસાફરો સવાર હતા. ગુજરાત ટ્રાવેલ્સ કંપનીની એ. સી. સ્લીપર કોચ આજે સવારે 3 વાગ્યાની આસપાસ વલસાડ નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. ઇજા પામેલા મુસાફરોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 અમરેલીના ધારીમાં સિંહે અક વ્યક્તિને ફાડી ખાધો

અમરેલીના ધારીમાં સિંહે અક વ્યક્તિને ફાડી ખાધો

અમરેલીના ધારીમાં સિંહે એક વ્યક્તિને ફાડી ખાધો છે મનાય છે કે આ વ્યક્તિ જંગલ વિસ્તારમાંથી એકલા પસાર થઈ રહ્યા હતો ત્યારે આવું બન્યું છે. કારણ કે વ્યક્તિની લાશ મોટા પાયે ક્ષત વિક્ષત થઈ ગઈ હતી. ગ્રામજનોનું કહેવું છે કે આ ઘટના બાદ હજી પણ જંગલ ખાતું ત્યાં પહોચ્યું નથી. ગ્રામજનો એ બાબતે પણ ચિંતામાં છે કે જો સિંહ નરભક્ષી થયો હશે તો અન્ય ગ્રામજનો માટે પણ જોખમ છે.

ચંપલના ઝઘડામાં 19 વર્ષીય કિશોરની કરાઇ હત્યા

ચંપલના ઝઘડામાં 19 વર્ષીય કિશોરની કરાઇ હત્યા

સુરત શહેરના પુણા કુંભારિયામાં આવેલી હરી ઓમ ઇન્ડસ્ટ્રીઝ નજીક ચંપલના ઝઘડાની અદાવતમાં ઉત્તર પ્રદેશના 19 વર્ષીય કિશોર દીપક રામચરણની માથામાં ઇજા કરીને હત્યા કરવામાં આવી હતી. રાવતને નજીકમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે બાહુવા નામના શખ્સે લાકડાના ફટકા વડે માર મારતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પણ સારવાર બાદ દીપકનું મોત નીપજતા ઘટનાની જાણ મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપી ધર્મેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી .

અંગત ક્ષણોની ક્લિપિંગ ઉતારવા મામલે પોલીસે ઠગ ટોળકીને ઝડપી

અંગત ક્ષણોની ક્લિપિંગ ઉતારવા મામલે પોલીસે ઠગ ટોળકીને ઝડપી

સુરતમાં એક યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવીને અંગત પળોનો વીડિયો ઉતારીને શૂટિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સુરતમાં સાડી જોબવર્કનું મજૂરી કામ કરતો પરિણિત યુવક વિજય પટેલ સીમા નામની વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને તેમની વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. સીમા અને તેના સાથી મિત્રોએ વિજય અને સીમાની અંગત પળો રેકોર્ડિંગ કરીને રૂપિયા 8 લાખની ખંડણી માંગી હતી. આ અંગેની ફરિયાદ વિજય પટેલે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ સમગ્ર બ્લેકમેઇલિંગ પ્રકરણમાં રાહુલ જોષી, મયુર પટેલ,રોશન મારવાડી અને સીમા નામની યુવતીનો સમાવેશ થાય છે. જે લોકોને આ રીતે ફસાવીને બ્લેકમેઇલ કરતા હતા.

ગૌભક્તના મોતના મુદ્દે ષડયંત્ર રચાયું હોવાની ચર્ચા

ગૌભક્તના મોતના મુદ્દે ષડયંત્ર રચાયું હોવાની ચર્ચા

રાજકોટમાં ગૌભક્તોના આપઘાત મામલે તપાસ શરૂ થઈ છે. જેમાં ષડયંત્ર રચાયુ હોવાનો ખુલાસો થાય તેવી શક્યતા છે. સારવાર દરમિયાન મોતને ભેટેલા ગૌભક્ત ગભરૂભાઈએ ઝેરી પ્રવાહી પીધું હતું તે ઝેરી પ્રવાહીની બાટલી અજાણ્યા શખ્સોએ આપી હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌભકત ગભરૂ ભાઈ શેમ્પુ મિશ્રિત પાણી હોવાનું સમજીને આ પ્રવાહી પી ગયા હતા પરંતુ તે ઝેરી પ્રવાહી હતું. પોલીસે ષડયંત્રની આશંકા વ્યક્તિ કરીને તપાસ શરૂ કરી છે. બીજીતરફ, ઝેર ગટગટાવનારા અન્ય ત્રણ ગૌભક્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે ઝેર પીવાના મુદ્દે ષડયંત્ર રચાયાની ચર્ચા વ્યાપક બની છે.

સાણંદ નેનો પ્લાન્ટના 400થી વધુ કર્મચારીઓની રેલી, પોલીસે કરી અટકાયત

સાણંદ નેનો પ્લાન્ટના 400થી વધુ કર્મચારીઓની રેલી, પોલીસે કરી અટકાયત

સાણંદ નેનો પ્લાન્ટમાં 400થી વધુ કર્મચારીઓ રેલી આયોજિત કરી હતી જોકે તરત જ પોલીસ કાફલાએ કર્મચારીઓને પકડી લીધા હતા અને અટકાયત કરીને ટાટાની ખાનગી બસમા લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખ્નીય છે કે ગત ફ્રેબ્રુઆરી માસમાં નેનો પ્લાન્ટમાં કર્મચારીઓએ શોષણના મુદ્દે હોબાળો મચાવીને તોડફોડ કરી હતી. કર્મચારીઓની માંગણી છેકે મેનેજમેન્ટ દ્વારા કામનું પૂરતું વળતર આપવામાં આવે અને શોષણ અટકે. પ્લાન્ટમાંથી 20 જેટલા કર્મચારીઓને છૂટા પણ કરવામાં આવ્યા હતા.

રાજય સરકાર આયોજિત ખેલ મહાકુંભનુ સીએમની હાજરીમાં સમાપન

રાજય સરકાર આયોજિત ખેલ મહાકુંભનુ સીએમની હાજરીમાં સમાપન

રાજ્ય સરકાર આયોજીત ભરૂચથી શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભનું સમાપન સુરેન્દ્રનગરના લીંબડી ખાતે થયું હતું. જેમાં વિજેતાઓને ટ્રોફી તથા ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં 450 કરતા વધુ બાળકોએ તથા યુવાનોએ જુદી જુદી થીમ પર એક સાથે પરફોર્મન્સ આપ્યું હતુ. યુવતીઓએ ઘોડેસ્વારીના કરતબ તેમજ પેરા ગ્લાઈડીંગ કરીને ગ્રામિણોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. સીએમ આનંદીબહેને વકત્વ્યમાં જણાવ્યું હતું કે યુવાધન સ્વને માટે નહી, પરંતુ દેશ અને ગુજરાતને મજબૂત કરવા રમે તે આવકાર્ય છે.

ગુજરાતમાં ખુલ્યું દેશનું પહેલુ ગે મેરેજ બ્યૂરો

ગુજરાતમાં ખુલ્યું દેશનું પહેલુ ગે મેરેજ બ્યૂરો

સમલૈગિંક સંબંધને અપરાધ શ્રેણીમાં નાખવા કે કેમ તે પર જ્યાં એક બાજુ કોર્ટમાં ચર્ચા ચાલે છે ત્યાં જ એક એનઆરઆઇએ ગુજરાતમાં દેશનું પહેલું મેરેજ બ્યૂરો ખોલ્યું છે. જેના દ્વારા ભારત અને વિદેશોમાં રહેતા હોમોસેક્શુઅલ્સ લોકોને યોગ્ય લાઇફ પાર્ટનર મળી રહે. વધુમાં આ મેરેજ બ્યૂરો સરોગેસી માટે પણ મદદ કરશે. જે એનઆરઆઇ આ બ્યૂરો ખોલ્યું છે તેનું નામ બેનહર સૈમસન છે. સૈમસન કહ્યું કે પાર્ટનર મળ્યા પછી તે વ્યક્તિએ 5 હજાર ડોલરની (લગભગ 3.3 લાખ રૂપિયા)ની ફી પણ મેરેજ બ્યૂરોને આપવી પડશે.

English summary
Bullet news of March 19. Read today's top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more