For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SP, NCP અને શિવસેના સંજય દત્તના સથવારે, કાત્જૂએ ગર્વનરને લખ્યો પત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

katju-sanjay-dutt
નવી દિલ્હી, 22 માર્ચ: મુંબઇમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં બોલિવુડ અભિનેતા સંજય દત્તને સુપ્રિમ કોર્ટે ગુરૂવારે પાંચ વર્ષની સજા સંભળાવ્યા બાદ સપા, એનસીપી, શિવસેના અને ભારતીય પ્રેસ પરિષદ (પીસીઆઇ) ના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) માર્કણ્ડેય કાત્જૂ તેમને માફ કરી દેવા માટે મેદાને ઉતરી આવ્યાં છે.

સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે પણ સંજય દત્તને માફ કરવાની માંગણી કરી છે. સમાજવાદી પાર્ટી તરફથી નરેશ અગ્રવાલે પણ કહ્યું છે કે તેમની પાર્ટી સંજય દત્તને માફ કરવાના સમર્થનમાં છે.

તો બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા ડીપી ત્રિપાઠીએ પણ સંજય દત્તને માફી આપવાની અપીલ કરી છે. તેમને કહ્યું છે કે સંજય દત્ત બ્લાસ્ટમાં ગુનેગાર સાબિત થયો નથી, પરંતુ તેને આર્મ્સના ગુનામાં દોષી ગણવામાં આવ્યો છે. પહેલાં તે દોઢ વર્ષની સજા કાપી ચુક્યાં છે. ત્યારે આવા સમયે તેમની સજાને હવે માફ કરવામાં આવે. જ્યારે શિવસેનાએ કહ્યું છે કે જો સંજય દત્તને માફ કરી દેવામાં આવે કોઇ વાંધો નથી.

UPDATE: 12:25 PM

વર્ષ 1993માં થયેલા મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં બોલીવુડ અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવ્યા બાદ ભારતીય પ્રેસ પરિષદ (પીસીઆઇ) ના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) માર્કણ્ડેય કાત્જૂ દ્રારા મહારાષ્ટ્રના રાજ્યપાલને કે. શંકરનારાયણનને અપીલ કરવામાં આવી છે કે તે સંજય દત્તની સજાને માફ કરી દે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે માર્કણ્ડેય કાત્જૂએ બંધારણની કલમ 161 હેઠળ એમ કહેતાં સંજય દત્તની સજા માફ કરવાની માંગણી કરતાં તેમને કહ્યું હતું કે 1993ના બોમ્બ બ્લાસ્ટમાં કોઇ ભૂમિકા માટે દોષી ગણવામાં આવ્યો નથી તેમને ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે.

માર્કણ્ડેય કાત્જૂએ કહ્યું હતું કે કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ દોષી ગણાવતાં સંજય દત્તને ન્યૂનતમ સજા સંભળાવી હતી. પીસીઆઇ અધ્યક્ષે કહ્યું હતું કે આર્મ્સ એક્ટની કલમ 25 (1-એ) મુજબ જો કોઇ વ્યક્તિ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના ગુનામાં દોષી ગણવામાં આવે છે તો તેને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા અને વધુમાં વધુ દસ વર્ષની સજા સંભળાવવામાં આવે છે.

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ રહી ચુકેલા માર્કણ્ડેય કાત્જૂએ કહ્યું હતું કે બંધારણની કલમ 161 હેઠળ માફી આપવાનો અધિકાર ન્યાયિક શક્તિ કરતાં અલગ છે કારણ કે કોઇ કોર્ટ દ્રારા ન્યૂયતમ સજા સંભળાવ્યા બાદ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને અધિકાર છે કે તે દોષીની સજા માફ કરી દે અથવા સજા ઓછી કરી છે.

English summary
Markandey Katju has asked Maharashtra Governor to pardon actor Sanjay Dutt, whose conviction in an arms case related to the 1993 Bombay blasts was upheld by the Supreme Court today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X